સગી જનેતા એ લીધો પોતાના 9 માસના પુત્રનો જીવ લીધો! પુત્રના મુત્યુ બાદ પોતે ગળોફાંસો ખાઈ લીધો.
હાલમાં દિવસે ને દિવસે ખૂબ જ આઘાતજનક અને ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે હાલમાં જ હૈયું કંપાવી દે એવી ઘટના ઘટી છે. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગરના થાન તાલુકાના નવાગામમાં માતાએ 9 માસની પુત્રીની હત્યા કરી ગળાફાંસો ખાઇ લીધો હતો. એવી તે શું ઘટના બની કે, આખરે સગી મા એ જ પોતના બાળકનો જીવ લઈ લિધો.
ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ કે કયા કારણે મા જ પોતાના બાળકની કાતિલ બની. આ જગમાં કહેવાય છે કે મા થી મોટું કોઈ નથી પરંતુ ક્યારેક સમય અને સંજોગ એવા આવે છે કે આવી ઘટના ઓ ઘટે છેસુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણે પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.
પોતાના જ દીકરાને મારી નાખવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી હતી.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત પણ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવું કરવા પાછળ જાણવા મળ્યું હતું કે,લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા.
જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હોવાથી તેમના પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ માનતા નહોતા. એમાં તેઓ અલગ રહેવાની જીદ કરતાં હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દૂધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે મોકલી આપીને પૂરતી વિગત મેળવી આગળની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે તેમજ સમગ્ર વિગત મેળવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. ઉપરાંત પરિવારજનોની મુલાકાત લઇને આ મામલે સાંત્વના પાઠવીને પોલીસ તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.