અમદાવાદમા પરણીતાએ 6 વર્ષની માસુમ દિકરી સાથે કાકરીયા લેક મા કુદી આપઘાત કરી લીધો ! ઘરે કધુ કે શાકભાજી
હાલના સમય મા ગુજરાત મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે તાજેતર મા અમદાવાદ મા પોલીસ પરીવારે કરલે સામૂહિક આપઘાત હજી સુધી ભુલાયા નથી ત્યા ફરી એક દુખ:દ આપઘાતની ઘટના સામે આવી છે જેમા અમદાવાદની એક પરીણીતા એ પોતાની બાળકી ને સાથે રાખી કાકરીયા લેક મા કુદી આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર ના શહેરના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેની સાથે પોતાની 6 વર્ષ ની દીકરી ને લઈ ને ઘરે થી નીકળ્યા હતા અને ઘરે એવું કહ્યુ હતુ કે શાકભાજી લેવા જઇએ છીએ જ્યારે સવારે 11 વાગ્યા ના અરસા મા ભારતીબેને પોતાની 6 વર્ષ ની જીયા સાથે નરોડામાં આવેલા કાંકરિયા તળાવ કુદી આપઘાત કરી લીધો હતો જેમા બન્ને ના મોત થયા હતા.
ઘટનાની જાણ નરોડા પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જ્યારે બન્ને ના મૃતદેહ ને હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મા આવ્યા હતા.નરોડા પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.