Gujarat

પોતાની ચાર વર્ષની પુત્રીને પતિ લઈ જતાં જ પત્નીએ કર્યો આપઘાત અને સુસાઇડ નોટમાં લખ્યું કે ……

સુરતમાં એક અઘટિત બનાવ બની છે, અને તેમાં એક પરિણીતાએ આપઘાત કરી લીધો હતો અને તેનું કારણ તેના પતિ જ હોવાનું જાણવા મળેલ છે. તેના પતિ સહિત તેની સાસરી ના આઠ લોકો સામે આ આપઘાત કરાવવા માટે નો ગુનો નોંધવામાં આવ્યો છે. પરિણીતાનો પતિ પોતાની ચાર વર્ષની દીકરીને લઈને જતો રહ્યો હતો એમ તેની પત્નીને ખૂબ જ લાગી આવ્યું હતું અને તેના આધારે પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો હતો, અને આપઘાત કરી લીધો હતો. આમ આપઘાત કર્યો હતો તે જ જગ્યાએ એક ચિઠ્ઠી પણ મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે મારો જીવ મરી દીકરીમાં જ છે અને હું તેના વગર રહી શકુ નહીં.

આમ આ પરણિતાએ જ્યારે તેનો પતિ તેની દીકરીને લઈને જતો રહ્યો હતો તેથી આપઘાત કરી લીધો હતો. એમ ઓલપાડનાં માસમા ગામમાં આ યુવતિનું લગ્ન થયું હતું અને ૩૩ વર્ષની હતી. જ્યારે તે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારથી જ તેની સાથે નોકરાણી જેવો વર્તાવ થતો હતો. આમ આ વર્તનને કારણે જ તે પોતાની ચાર વર્ષની દીકરીને લઈને સુરતના સિંગણપુર આવેલા પોતાના પિયરમાં જતી રહી હતી. આમ તેની ચાર વર્ષની દીકરીને લઈ જતા જ પતિ ત્યાં આવ્યો હતો અને તેની દીકરીને લઈને જતો રહ્યો હતો. આમ પરણિતાને ખૂબ જ લાગી આવતા તેને આત્મહત્યા કરી લીધી હતી, અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે હું મારી દીકરી વગર રહી શકું નહીં. આમ પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો, અને આગળની તપાસ પણ શરૂ કરી દીધી હતી.

સુરતના સિંગણપુર વિસ્તારમાં રત્નકલાકાર ઉગાભાઈ મેઘવાળે તથા તેમની પુત્રી જ્યોતિ ના લગ્ન 2017 માં થયા હતા અને તે ઓલપાડનાં માસમા ખાતે રહેતા હિતેશભાઈ સાથે થયા હતા. એમ તેના લગ્ન થઇ ગયા બાદ તેના સસરા રમેશભાઈ, સાસુ કમુબેન, નણંદ કિરણ, રવિ તથા મનીષા અંજલી અને કૃણાલ તેની સાથે નોકરાણી જેવું વર્તન કરતા હતા, અને તેને માનસિક તથા શારીરિક રીતે ત્રાસ પણ આપતા હતા આમ તે ખૂબ જ કંટાળી ગઈ હતી અને આ પરિણીતા પોતાની દીકરીને લઈને પિયરમાં જતી રહી હતી.

જ્યારે આ પરિણીતાએ આત્મહત્યા કરી હતી ત્યારે સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે ” હું મારા સાસરિયાના લોકોના ત્રાસના લીધે જ આ પગલુ ઉઠાવ્યું છું” ગયા 11 જૂનના દિવસે હિતેશ પોતાની સાસરીમાં આવ્યો હતો અને પોતાના સસરા સાથે જ ગાળો બોલવા લાગ્યો હતો, અને તેને જણાવ્યું હતું કે હું જ્યોતિ સાથે છૂટાછેડા લેવા આવ્યો છું. અને જો તે કાગળ પર સહી નહીં કરે તો હું તેને જીવતી નહીં રહેવા દઉ. આમ આવી ધમકી આપીને જ તે પોતાની પુત્રીને લઈને ત્યાંથી જતો રહ્યો હતો. આમ આ પ્રકારની વાતચીત કરીને તે દિવસે તો હિતેશ તેની દીકરીને આવીને મૂકી ગયો હતો પરંતુ બે દિવસ પછી ફરીથી પાછો આવીને લઈ જતા જ જ્યોતિને ખૂબ જ લાગી આવ્યું હતું,અને તેને જણાવ્યું હતું કે હું મારી સાસરી લોકોના ત્રાસથી જ આ પગલું ભરી રહી છું. તે લોકો મારી દીકરીને લઈ ગયા છે અને હું તેના વગર જીવી શકું નહીં આમ તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!