Gujarat

નડિયાદ ના ખાસ વ્યક્તિ નોવેલ્ટી મેન’નું માર્ગ અકસ્માત મા કરુણ મોત નિપજ્યું ! નવીન બારોટ…

આ જગતમાં વ્યક્તિ ધારે તે કરી શકે છે, પરતું ઈશ્વરે મુત્યુ અને જન્મ પોતાને આધીન રાખ્યું છે. વ્યક્તિનું મુત્યુ ક્યારે તેના દ્વારે આવીને ઉભું રહી જાય એ કોઈ નથી જાણતું. ખરેખર હાલમાં જ આપણે સૌ કોઈએ જાણ્યું છે કે, ગઈકાલે સાંજે આપણા સૌના નટુકાકા નું નિધન થઈ ગયું છે. આ ઘટના બાદ હાલમાં જ ગુજરાતમાં અતિ લોકપ્રિય વ્યક્તિનું મુત્યુ થઈ ગયું છે, ત્યારે તેમના ચાહકવર્ગમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

વાત જાણે એમ છે કે, હાલમાં જ નડીયાદના ‘નોવેલ્ટી મેન’ તરીકે ઓળખાતા નવીનભાઈ બારોટનું માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું છે. અવનવા કલરફુલ પહેરવેશને લઈ અલગ લોકચાહના ધરાવતા હતા.આણંદના ભાલેજ ગામ પાસે નેશનલ હાઈવે પર ગામડી ઓવરબ્રિજ પર એક કાર ડીવાઈડર સાથે અથડાતા કારમાં સવાર નવીનભાઈ બરોટને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને અમદાવાદ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે.જોકે આ ઇજાગ્રસ્ત ની ઓળખ હજુ પોલીસ દ્વારા જાહેર કરાઈ નથી. “નોવેલ્ટી મેન”તરીકે જાણીતા હતા. તેઓ રિમાન્ડ હોમ ના સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ મુક્ત થઈ રિટાયર્ડ જીવન જીવી રહ્યા હતા.72 વર્ષીય રિટાયર્ડ નવીનભાઈ બારોટ પોતાની કલરફુલ પહેરવેશ અને આકર્ષક અંદાજથી શહેરીજનો અને અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા.

જેવો કલરફુલ શર્ટ તેવાજ બુટ , તેઓને રંગો થી એટલો લગાવ હતો કે તેમના ઘરના તમામ રૂમ તેમજ બાથરૂમ સુધ્ધાં કલરફુલ રંગોથી આકર્ષક રંગાયેલ કરાયેલ હતા.જીવનને રંગો થી ભરી જીવનને રોજ ઉત્સવરૂપ જીવન જીવતા.નડિયાદના નવીનભાઈ સોનું પહેરવાના ખૂબ જ શોખીન હતાં, ગામડી પાસે અકસ્માતના પગલે ટાઉન હોલની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

આ અકસ્માતમાં નવીનભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે કિંમતી જ્વેલરી પહેરી હતી અને સાથે રોકડ રૂ.62 હજાર ખીસ્સામાં હતાં. તેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. 108ની ટીમના ઇએમટી સુરેશ રાઠોડ અને પાયલોટ રમેશ જાદવ સહિતની ટીમે જ્વેલરી અને રોકડ સુપ્રત કરી ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ત્યારે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!