પાડોશી દંપતિ એ વૃધ્ધા ની કરપીણ હત્યા કરી નાખી ! કારણ જાણશો તો આચકો લાગશે
આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે, પહેલો સગો તે પાડોશી. આમ પણ સાચી વાત છે કારણ કે, પાડોશી એ સગાથી વિશેષ હોય છે. જીવનમાં કોઈપણ દુઃખ કે મુશ્કેલીઓ આવે તો કુટુંબના લોકો બની શકે નાં પહોંચી શકે પરતું પહેલા પાડોશી પડખે ઉભો હોય છે. આમ દરેક વડલના ટેટા સારા નથી હોતા એમ દરેક પાડોશી પણ સારો નથી હોતો. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ ઘટના દરેક વ્યક્તિઓ માટે સાવચેત રુપ સમાન છે.પાડોશી દંપતિ એ વૃધ્ધા ની કરપીણ હત્યા કરી નાખી ! કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. હાલમાં જ આ ઘટના સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે, જામકંડોરણાના દડવી ગામે રહેતા નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વૃધ્ધાની એ મહિના પહેલા કુવામાંથી લાશ મળી આવી હતી. આ સમય ગાળામાં દરમિયાન લોકોને આ આકસ્મિક બનાવ લાગ્યો હતો પરંતુ ખરેખર તપાસ કરતા આ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.
પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, નાગલબેન દડવી ગામમાં એકલા રહેતા હતા અને તા.૬ એપ્રિલના રોજ ગામના પાદરમાં આવેલા કુવામાંથી તેમની લાશ મળી આવી હતી. લાશ કોહવાઈ ગઈ હતી. નાગલબેનના કાનમાંથી સોનાના કાપ એટલે કે બુટીયા મળ્યા ન હતા. તેમનો મોબાઈલ ફોન પણ ગાયબ હતો.આ ઘટનાની જાણ થતાં પોલીસે નાગલબેનનો મોબાઈલ નંબર સર્વેલન્સમાં રાખી દીધો હતો. જેના આધારે આખરે તેની હત્યા થયાનું બહાર આવ્યું હતું.
દડવી ગામમાં જ રહેતા આરોપી પોતાનું સીમકાર્ડ લૂંટી લીધેલા ફોનમાં ભરાવતા તેના આધારે પોલીસને કડી મળી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે તેને ૩૦ થી ૩પ હજાર રૂપીયાની જરૂર હતી. આ કારણે વૃદ્ધાની હત્યા કરી હતી. આ હત્યામાં તેમની પત્ની સાથ આપ્યો હતો. પત્નીને કહીને ૯ માર્ચના રોજ નાગલબેનને પોતાના ઘરે બોલાવવા માટે મોકલ્યા હતા. તે વખતે નાગલબેન જમતા હતા. તેને શાક લેવા માટે કહેવાતા તત્કાળ હંસાબેન સાથે તેના ઘરે આવી ગયા હતા.
તેમને રૂમમાં લઈ જઈ ગળુ દબાવી, ડુમો દઈ દીધો હતો. તેમના તેના કાનમાંથી સોનાના બુટીયા ઉતારી તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. રાત આખી પોતાના ઘરમાં લાશ રાખ્યા બાદ મધરાત્રે ચાદરમાં લાશ વિંટી પત્ની સાથે મળી તેને ગામના પાદરમાં આવેલા પાણી વગરના કુવામાં ફેંકી આવ્યો હતો. આરોપીએ હત્યા કબૂલ કર્યા બાદ પોલીસેઆરોપી દંપતી સામે હત્યા, ગુનાઈત કાવતરૂ, પુરાવાનો નાશ, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી
