બાળકોને બચાવવા ગયેલા વૃધ્ધને જ આખલાએ ધીક મારતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું! ઘટના એવી રીતે બની કે
ખરેખર રખડતા ઢોર હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, અનેક વખત રખડતા ઢોરના લીધે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ દાયક ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બાળકોને બચાવવા ગયેલા વૃધ્ધને જ આખલાએ ધીક મારતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું! ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના કઈ રીતે બની, જેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
આ ઘટના દરેક લોકો માટે સાવચેતી સમાન છે. આ બાપા એ એક માસૂમ નો જીવ બચાવી ને પોતાનો જીવ ગુમાવ્યો જે સત્કાર્ય સમાન છે. ત્યારે ચાલો આ અમે આપને આ ઘટનાવિશે વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
ગાંધીધામ સંકુલ વિસ્તાર બાજુ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે જેથી હાલમાં જ અંતરજાળની સોસાયટ વિસ્તારમાં દુઃખદ ઘટના બની.
જાણવા મુજબ પોતાના ઘર નજીક રમી રહેલા બાળકોને આખલો મારશે તે વિચારી બચાવવા ગયેલા 65 વર્ષીય વૃધ્ધને જ આખલાએ ઢિંક મારી દીધી હતી, જેના કારણે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયેલા.તેમને યોગ્ય સારવાર કારગત નિવડે તે પહેલાં જ આ વૃધ્ધે જીવ ગુમાવ્યો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં ચોમાસાની સીઝનમાં મુક પશુઓ ગંદકીથી બચવા માર્ગો પર આવી જતા હોય છે, જેના પગલે આવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
જે રસ્તાઓ ઉપર દિવસ રાત લોકોની અવરજવર થતી હોય ત્યાં રખડતા ઢોરોના જમાવડા આડેધડ ઉભા હોવાને કારણે નાના મોટા અકસ્માત તો અનેક સર્જાયા છે જે ચોપડે ચડતા નથી અને ત્યારે આ રખડતા ઢોરોને કારણે કોઇ જીવ જશે તેવી દહેશત સાથે અનેક રજુઆતો પણ અનેક વખત થઇ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી આ કારણોસર વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે કડક કામગીરી કરવા માટે તંત્ર ને જણાવેલું અને આ ઘટના અંગે પોલીસ ને ખાસ જણાવેલ જેથી ભવિષ્યમાં અન્ય લોકોનો જીવ ન જાય
