સાબરકાંઠા મા જોરદાર અકસ્માત મા ત્રણ લોકો ના મોત નીપજ્યા જેમાથી બે માસુમ બાળકો
હાલમાં જ્યારે પણ તમે મોબાઈલ કે ન્યૂઝપેપર હાથ માં લો એટલે સૌથી વધારે અક્સ્તમાતના બનાવ બને છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો જેના લીધે અનેક લોકો એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખ દાયક છે. આ ઘટના ઘટી છે,સાબરકાંઠાના ઈડર – વિજયનગર પોળ જવાના હાઈવે પર જેમાં રીક્ષા અને ઈકો કાર વચ્ચેના અકસ્તમાત માં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે.
જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિચાર કરો કે, આ ઘટનાં કેટલી ગંભીર હશે.સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક ઈકો કાર અને રીક્ષા વચ્ચે જબરદસ્ત અકસ્માતબસર્જાયો હતો રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના બે માસૂમ બાળકોનું ઘટના સ્થળે જ મુત્યુ થતા પરિવાર શોકમગ્ન થઈ ગયા હતા.
જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તત્કાલીક સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમા દાખલ કરેલ.ઇડર તાલુકાના કડીયાદરા અને ચોરવાડ વચ્ચે તેમની રીક્ષા પહોંચી હતી, તે સમયે કાળ બનીને આવેલી ઈકો કાર સાથે જબરદસ્ત ટક્કર થઈ ગઈ, અન્ય એક ઈજાગ્ર્સત બાળકનું રુદન સાંભળી સ્થાનિકોના આંખમાંથી આંસુ આવી ગયા હતા. સ્થાનિકોએ તુરંત બચાવ ટીમને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.હાલમાં પોલિસ તપાસ કરી રહી છે, સમગ્ર ઘટના વિશે.