Gujarat

ઓખાનાં દરિયા કિનારે પાકિસ્તાને કરેલ ગોળીબારથી માછીમારનું થયું દુઃખ નિધન…

હાલમાં જ એક ઘટના બની છે, જે ખૂબ જ દુઃખ દાયક છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક જવાનો પોતાના લરણ ગુમાવે છે. ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં ગુજરાતના પોરબંદરમાં આવેલા ઓખાના દરિયાકાંઠે માછીમારોની બોટ પર પાકિસ્તાની ટુકડીએ ગોળીબાર કરતાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક યુવાન માછીમારનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાને કારણે ભારત સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઈને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યૉરિટી એજન્સી દ્વારા આચરવામાં આવેલા આ કૃત્ય સામે પાકિસ્તાન સાથે રાજદ્વારી રીતે વાત કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લાના વડરાઈના રહેવાસી ૩૨ વર્ષના શ્રીધર આર. ચામરે તરીકે કરવામાં આવી છે. આ ઘટનાએ માછીમાર સમાજમાં રોષની ભાવના જન્માવી છે.

શ્રીધર ચામરે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જયંતી બોખામાની માલિકીની બોટ જલપરી પર કામ કરતો હોવાનું જણાવતા વડરાઈ માછીમાર કૉ-ઓપરેટિવ સોસાયટીના અધ્યક્ષ મનિન્દર આરેકરે વધુમાં ઉમેર્યું હતું કે શ્રીધર ચામરે અન્ય માછીમારો સાથે શનિવારે અરબી સમુદ્રમાં મચ્છી પકડવા ગયો હતો. શ્રીધરનો મૃતદેહ પૂરા સન્માન સાથે ભારત પાછો લાવવામાં આવે એવી માગણી ભારત સરકાર સુધી પહોંચાડવાની માછીમારોએ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર સમક્ષ કરી હતી.

આ ઉપરાંત પાકિસ્તાની ટુકડીના આ અવિચારી અને ઉતાવળિયા કૃત્ય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની માગણી પણ તેમણે કરી હતી.ઓખા દરિયાઈ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.મૃતકની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!