વિધાતા એ કેવા લખ્યા લેખ ! દિકરીના લગ્ન કંકોત્રી પણ છંપાઈ ગઈ હતીને અકસ્માતમા કમકમાટીભર્યુ મોત થયુ સાથે ભાઈનુ પણ…
વિધાતા ક્યારેક એવા લેખ લખે છે, જેમાં કોઈપણ મેખ ન મારી શકે. ખરેખર આજે અમે આપને એક એવો કરુણદાયી કિસ્સો જણાવીશું જેના વિશે જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. હવે તમેં જાતે જ વિચાર કરો કે વ્હાલસોયી દીકરીના લગ્ન હોય અને લગ્ન પહેલા દીકરી અને દીકરા મુત્યુ થઈ જાય તો એ ઘરની પરિસ્થિતિ કેવી હશે? હાલમાં એક ઘરમાં આવું દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે. ચાલો અમે આપને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપીએ.
હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે અકસ્માત થયેલ.જેમાં રાધનપુ તરફથી આવી રહેલ અલ્ટો કારમાં પરિવારના છ જેટલા સભ્યો સવાર હતા અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર 1,નિકુલ કાન્તિભાઈ સોલંકી અને 2,હેતલ કાન્તિભાઈ સોલંકી એમ બે ભાઈ બહેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટના બનતા જ સ્થાનિકો પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા.આ અકસ્માત ને કારણે લગ્નનો અવસર માતમ માં ફેરવાઈ ગયોઅને સોલંકી પરિવાર પર દુઃખનું આભફાટી પડ્યું.સૂત્ર મુજબ જાણવા મળ્યું કે, તા 10_2_2022 ના રોજ તો સામે પક્ષેથી જાન આવવાની હતી પરંતુ કાળમુખા અકસ્માતને કારણે હેતલની ડોલી ઉઠે એ પહેલાં અર્થી ઉઠાવવાની નોબત આવી.
ખાનગી બસ વચ્ચે એટલું ભયંકર અકસ્માતબન્યું હતું કે ખાનગી બસ, અલ્ટોકાર સાથે અથડાતા કારના આગળના ભાગે બેઠેલ બન્ને ભાઈ બહેનમાં મૃતદેહ ને બહાર કાઢવા માટે જેસીબી નો સહારો લેવો પડ્યો હતો અને જેસીબી દ્વારા બન્ને મૃતદેહો ને બહાર કઢાયા હતા.
શંખેસ્વરના ટુવડ ગામનું સોલંકી પરિવાર દીકરી હેતલના લગન ના અવસર ન હરખ સાથે તૈયારી કરી રહ્યું હતું એવામાં સમીના વરાણા નજીક સાંજના સુમારે અકસ્માત ની ઘટનામાં દીકરી હેતલ અને દીકરા નિકુલના મોતના સમાચાર સાંભળી પરિવાર પર દુઃખનું આભફાટી પડ્યું અને પરિવાર સાથે સ્નેહીજનો અને ગામમાં ગમગીન માહોલ છવાઈ ગયું