એકના એક પુત્રની આત્મહત્યા:પારિવારિક કારણોથી કંટાળેલા યુવકે મેસેજમાં ‘મમ્મીને સાચવજો’ લખી જીવન ટૂંકાવ્યું, પરિવાર પર આભ ફાટ્યું
ખરેખર આજનાં સમયમાં યુવાનો અને બાળકો નાં કરવાનું કરી રહ્યા છે. ક્યારેક પ્રેમના લીધે તો ક્યારેક પોતાના અંગત કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે.હાલમાં જ જાણવા મળ્યું છે કે, 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ ! આપઘાત પહેલા પાડોશી ને મેસજ કર્યો કે, તમે જાણીને પણ ચોંકી જશો. ખરેખર આ ખૂબ જ દુઃખ વાત છે. આ ઘટના દરેક માતા પિતાઓ માટે અને આજના યુવાનો માટે સાવચેત અને ચેતવણી રૂપ સમાન છે.
ચાલો અમે આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ. એક તરફ માતા પિતાઓ પોતાના સંતાનો પાસેથી અનેક આશાઓ રાખી ને બેઠા હોય છે, ત્યારે આજના યુવાનો અને તરુણો પોતાનું જીવન ટૂંકાવી દે છે એ પણ ખૂબ જ સામાન્ય કારણના લીધે. કોઈપણ સમસ્યાઓનું ઉકેલ માત્ર જીવન ટૂંકાવી દેવું નથી.
હાલમાં જાણવા મળ્યું કે, નવસારીમાં પારિવારિક કારણોથી કંટાળીક 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ હતું.
શ્રેયસની માતા રસોડામાં કામ કરતા હતા, ત્યારે યુવકે પોતાના બેડરૂમમાં અંતિમ પગલુ ભર્યું હતું. એકના એક પુત્રએ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થયો છે.પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ શ્રેયસ પારિવારિક તણાવ હેઠળ આવી ગયો હતો કારણ કે માતા-પિતાના સંબંધોમાં કડવાશ આવી હતી, જેને લઈને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ હતી તો બીજી તરફ બહેને પણ લવ મેરેજ કર્યા હતા.
ઘરનાં આ બનાવને લીધે પોતાનું જીવન ટૂંકાવીને યુવકે અંતિમ સમયમાં પોતાના પાડોશમાં રહેતા પારિવારિક સભ્યને ‘મમ્મીને સાચવજો’તેવો મેસેજ કરીને અંતિમ પગલું ભર્યું હતુંઆ વાત થી જાણી શકાય કે તે ખૂબ જ ચિંતિત હતો અને તણાવ મહેસુસ કરતો હતો. આ વાત જાણતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલમાં ખસેડીને પરિવારને તેનો કબજો સોંપ્યો હતો. આ ઘટના થી પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવતા દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
