Gujarat

પિતાએ રડતા રડતા વીડિયોમાં કહ્યું: ‘બેટા કોઈ પાસેથી કંઈ લેતી નહીં’ અને સ્યુસાઈડ નોટ મા 20 લાખ ની છેતરપિંડી..

આજના દિવસે એક ખૂબ જ દુઃખ ઘટના બની છે, જેના લીધે તમે એક દીકરી પોતાના પિતા ગુમાવ્યા! આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક લોકો પોતાના જીવનમાં આવેલ મુશ્કેલીઓ સામનો કરવાને બદલે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના વિશે જાણીને તમે આશ્ચય પામી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું મૃતક વ્યક્તિ પાસે થી એક યુવકે તેના રૂ.20 લાખ રૂપિયા પડાવી જાણ બહાર લોન પર કાર લેતા વ્યક્તિ આવું પગલું ભર્યું.

મોતની રહસ્યમય ઘટનાજસદણમાં બની છે.જ્યાં મૂળ સાજડીયાળી ગામના અને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયાએ રડતા રડતા વીડિયો બનાવી ‘બેટા કોઈ પાસેથી કંઈ લેતી નહીં’ કહી ગુમ થઈ ગયા અને 3 દિવસ બાદ સ્યુસાઈડ નોટ સાથે લાશ મળતા પરિવાર જનો પણ શોકમાં પડી ગયા હતા. આટકોટ રોડ પરની SPS સ્કૂલ પાસે લાશ મળી આવતાં પોલીસે તપાસ કરેલ.

મુત્યુ થવાથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને તેમની એક માત્ર નવ વર્ષની પુત્રી પિતા વિહોણી થઈ ગઈ હતી. અશોક ઢોલરિયાએ વીડિયો ઉતારી પોતાની વ્યથા રજૂ કરી હતી યોગેન ભૂવા નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા બીજી તરફ મૃતકના નામે ફોરવીલર કાર પણ હપ્તેથી લઈને હપ્તા ન ભરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો અલગ અલગ કરીને ક્રેડિટ કાર્ડથી પૈસા પણ ઉપાડ્યા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે યોગેન ભુવાના નામના યુવક ત્રણ મહિના થી ફોન ન ઉપાડતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!