જાન મા ડાન્સ કરતા કરતા જ યુવાન ને હાર્ટએટેક આવ્યો અને મોત થયું ! જુઓ મોત નો લાઈવ વિડીઓ
હાલમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે હાર્ટ એટેકના લીધે અનેક લોકોના મોત થઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતમાં પણ આવા બે બનાવો સામે આવ્યા છે, જેમાં વલસાડના એક યુવાનનો તો વિડીયો પણ વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકો છો કે, કઇ રીતે એક યુવાનને ચાલતા ચાલતા જ હાર્ટ એટેક આવી ગયો. આવો જ એક બનાવ મધ્યપ્રદેશમાં બન્યો છે. જાન મા ડાન્સ કરતા કરતા જ યુવાન ને હાર્ટએટેક આવ્યો અને મોત થયું !
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રીવા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકો છો કે, જાનમાં માં ડાન્સ કરતી વખતે વરરાજાના મિત્રનું મોત થયું છે. તે ડાન્સ દરમિયાન જમીન પર પડી જાય છે, તે પછી ઉઠતો નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. જો કે તે હજુ સ્પષ્ટ નથી. યુવકનું મોત કેવી રીતે થયું તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ જાન કાનપુરથી રીવા આવી હતી. બારાતીઓ બેન્ડ બાજેના તાલે નાચતા હતા અને લગ્નના બગીચા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જાનમાં સામેલ 32 વર્ષીય અભય સચાન ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. જાનૈયાઑ પણ કંઈ સમજે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ ઘટના બાદ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
મંગળવારે રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુરથી રેવાના બસ સ્ટેન્ડ પાસે આવેલા અમરદીપ પેલેસ સુધી એક જાન આવી હતી. યુવતી રીવાની રહેવાસી છે. વરરાજાનો મિત્ર અભય સચન પણ લગ્નમાં હાજરી આપવા કાનપુરથી રીવા આવ્યો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ તમામ બારાતીઓ ગાતા-ગાતા નાચતા મેરેજ ગાર્ડનમાં જતા હતા. કડકડતી ઠંડી વચ્ચે અભય સચાન પણ અન્ય બારાતીઓ સાથે ડાન્સ કરી રહ્યો હતો. થોડી વાર પછી તે ડાન્સ કરતી વખતે અચાનક નીચે પડી ગયો, જેના પછી સ્થળ પર હંગામો મચી ગયો. બેન્ડ બાજા તરત જ બંધ કરી દેવામાં આવ્યા.
ઉતાવળમાં અભયને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં અભયનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયો હતો. અભય એજી આવાસ વિકાસ કોલોની, હંસાપુરમ, કાનપુર, યુપીનો રહેવાસી હતો. ઘટનાની જાણ થતાં સગાસંબંધીઓ રીવા આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યો છે.
रीवा में दूल्हे के दोस्त को नाचते-नाचते मौत आ गई है। यह बारात कानपुर से आई थी। घटना का वीडियो सोशल मीडिया पर वायरल है। बताया जा रहा है कि हार्ट अटैक के बाद युवक जमीन पर गिर गया था। @NavbharatTimes #NBTMP pic.twitter.com/6XE65SZihx
— NBTMadhyapradesh (@NBTMP) January 18, 2023