બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયુ ! અંતિમ વિડીઓ મા કહ્યુ કે….
હાલમાં જ બોલીવુડમાં ખૂબ જ આઘાત જનક ઘટના બની છે, આ ઘટનાને કારણે બોલીવુડ શોકમગ્ન બની ગયું છે. બોલીવુડમાં એવા અનેક કલાકારો છે જેમણે ખૂબ જ નાની ઉંમરે પોતાનો જીવ ગુમાવ્યો હોય. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ અમુક કલાકારો તો તણાવ અને ડિપ્રેશન લીધે મુત્યુ પામે છે જેમાં હ્દય રોગ થી અનેક લોકો મર્યા છે. ત્યારે હાલમાં જ એક અભિનેતાનું નિધન થયું છે. આ કલાકાર નું નિધન થવાથી અનેક કલાકારો એ દુઃખ વ્યક્ત કર્યું છે..
સૌથી મહત્વની વાત એ છે કે, આ કલાકારે પોતાના અંતિમ સમય પહેલા એક વીડિયો પણ ઉતાર્યો અને આ વીડિયોમાં જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ દુઃખ ઘટના વિશે જાણતાં પહેલા એ પણ જાણીએ કે, આખરે આ અભિનેતા કોણ છે અને ક્યાં કારણોસર તેનું દુઃખદ. નિધન થયું છે.બોલીવુડના અભીનેતા દયાલ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. સારવાર દરમિયાન 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે સાડા ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને પોતાના જીવનકાળ દરમીયાન અનેક યાદગાર ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં થકી તેઓ આપણા હદયમાં કાયમી જીવંત રહેશે. એક કલાકાર જ્યારે મુત્યુ પામે છે, ત્યારે તેની અભિનય કળા થકી હંમેશા યાદ રહે છે.
અમિતાભે ‘કગારઃ લાઇફ ઑન ધ એજ’, ‘રંગદારી’, ‘ધુઆં’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અમિતાભ દયાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન તથા સ્વ. ઓમપુરી સાથે પણ કામ કર્યું છે.તેમના અંગત જીવન વિશે જાણીએ તો વર્ષ 2000માં અમિતાભે મરાઠી ડિરેક્ટર મૃણાલિન્ની પાટિલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના 9 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. બંનેને દીકરી અમૃતા છે.
અચનાક તેમની અણધારી વિદાય થી એમના પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ઘણા સમયથી તેઓ હોસ્પિટલમાં જ હતા અને આ જ દરમિયાન જ એમને હોસ્પિટલમાં એક વિડીયો સોશિયલ મીડિયમાં પોસ્ટ કરેલ આ વીડિયો મેં તેમણે ક્યારેય હાર ના માનવાની વાત કરી હતી.જ્યારે તમે આ વીડિયો સાંભળશો ત્યારે તમને પણ જીવનમાં આવેલી મુશ્કેલીઓ સામે ફરી હિંમતભેર સામનો કરશો. ખરેખર અમીતાબનાં નિધન થી બોલીવુડની મોટી ખોટ વર્તાશે.
