Gujarat

સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસ મહારાજ મૃત્યુની વાત કરતાં જ પોતાના દેહમાંથી પ્રાણ છોડ્યો!

એક વાત તો સત્ય છે કે, માણસનું મુત્યુ ક્યારે દ્વારે આવીને ઉભું રહી જાય કોઈ નથી જાણતું! પળ ભરમાં માણસ આ દુનિયા માંથી વિદાઈ લઈ લે તેને એક ક્ષણ પણ નથી લાગતી.હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે એવું તે શું બન્યું કે એક જ પળમાં નિધન થઈ ગયું! આ ઘટના પરથી એ તો દરેક વ્યક્તિને શીખ મળે છે કે આ ખોરડું ક્યારે ખાલી કરીને આત્મા વિદાઈ લઈ કે કોઈ નથી જાણતું!

હાલમાં જ ગુજરાતના સોજિત્રામાં આવેલા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસજી મહારાજ ઋણજ ગામમાં એક કથા પ્રવચન દરમિયાન નિર્વાણ પામ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એક જ પળમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. તેમના નિધન પહેલાનો અંતિમ શબ્દ ‘સતકૈવલ’ સાહેબ હતો ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે તેમના છેલ્લા ધાર્મિક પ્રવચનનો સૌથી છેલ્લો વિષય પણ મૃત્યુ હતો. આમ પણ કહેવાય છે ને કે, અંત ઘડીએ માણસ જો ભગવાન નું જપ કરતા કરતા મુત્યુ પામે છે તો એ અતી ઉત્તમ ગણાય અને આ આ ભવ થી તેનું લેણું દેણું પૂરું થાય છે.

વાત જાણે એમ છે કે, 12 ડિસેમ્બરે ઋણજ ગામની એક ધાર્મિક કથા દરમિયાન થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેમને એવું કહેતા સાંભળવામાં આવે છે કે માનવીનો જ્યારે જીવ જતો હોય ત્યારે તેમાં કેટલીક ક્રિયા થકી પરિવારજનો વિઘ્ન ઊભું કરતા હોય છે. તેમને કહ્યું હતુંબકે ‘એક જણને જમાડીએ તો એક કુંડી યજ્ઞનું ફળ મળે છે, નવ જણને જમાડે તો નવચંડી યજ્ઞ થઇ જાય છે અને હજાર જણને જમાડે તો સહસ્ત્ર કુંડી યજ્ઞ થઇ જાય છે.માણસના અવતારની અંદર ભક્તિ કરતા કરતા પછી જ્યારે મરવાનો સમય થાય.

ત્યારે તે વખતે તેણે આખી જિંદગી જે ભક્તિ કરી હોય તેનું સ્મરણ કરતો હોય છે. મરણ પથારીએ પડેલો જે જીવ હોય તે માલિકનું સ્મરણ કરતો હોય છે પણ એને આપણા કુટુંબવાળા તેને નર્કમાં મોકલી આપે છે.મરવાના ટાઇમે કહે છે કે એને ગંગાજળ મૂકો, તેને તુલસીનું પાન મૂકો. વિચાર કરો કે ભગવાનનું સ્મરણ કરતો હોય જીવ અને આપણે ગંગાજળ મૂકીએ, પાણી મૂકીએ તો એની વૃત્તિ તૂટી જાય કે નહીં.. તેની પ્રાર્થનામાં ભંગ પડે એટલે એને સારી રીતે મરવા પણ દઇએ નહીં…. સતકૈવલ સાહેબ…’’ જેઓ તે આવું બોલે છે તો તેઓ ઢળી પડે છે. ખરેખર તેમનું આ મુત્યુ ની ઘટના હાલમાં સોશિયલ મોદીયમાં વાયયલ થઈ રહી છે, એક વાત સત્ય છે કે આ દેહમાંથી આત્મા જ્યારે વિદાઈ લઈ લે તે કોઈ નથી જાણતું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!