મંજુરી કરનાર માતાની દીકરી બની ડેપ્યુટી મેયર, ઝૂપડ પટ્ટી જેનું જીવન વિતવ્યું એ યુવતી હવે શહેરોમાં…
કહેવાય છે ને કે, સમય ક્યારે બદલાય છે એ કોઈ નથી જાણતું! એક સમય એવો હતો જ્યારે આપણા સમાજમાં દીકરીઓને જન્મતાવેત દુધપીતી કરી દેવામાં આવતી અને સમાજમાં સ્ત્રીઓને સમાનતાનો હક પણ ન હતો. આજે સમાજમાં દિકરીઓનું માન સન્માન વધ્યું છે. ગર્વની વાત એ છે કે દરેક ક્ષેત્રમાં દીકરીઓ મોખરે છે. આજે આપણે વાત કરીશું એક એવી દીકરી વિશે જેની આર્થિકસ્થિતિ ભલે ખરાબ હતી પરંતુ આત્મવિશ્વાસ અને ગુણના લીધે આજે તે ઉચ્ચ પદ જે પામી છે.
આપણે જાણીએ છે કે, રાજકારણ કોઈપણ ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રજાજનોનું દિલ જીતવું પડે છે, અને એક શ્રેષ્ઠ નેતા બનવા માટે તમારે શ્રીમંત કે કોઈ ભણતર ની પણ જરૂર નથી હોતી. હાલમાં જ ઓડિશાના કટકની ઝૂંપડપટ્ટીમાં રહેનાર યુ 21 વર્ષીય દમયંતી માઝી સૌથી યુવા ડેપ્યુટી મેયર બની ગઈ.
તેમની માતા મજૂરી કામ કરે છે, છતાં તેમને પોતાના સંતાનોની સારામાં સારી પરવરીશ કરી છે. દમયંતી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. આ સાથે, તે ગ્રેજ્યુએટ થનારી તેના પરિવારની પ્રથમ સભ્ય પણ છે. તે રેનશો યુનિવર્સિટીમાંથી M.Com કરી રહી છે. 2017માં તેના પિતાનું અવસાન થયું હતું.
. દમયંતીને કટક મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ આદિવાસી ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થઈ. વાત જાણે એમ છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી અર્બન બોડીની ચૂંટણીમાં દમયંતી બિનહરીફ ચૂંટાયા છે. તેણીએ બીજેડીની ટિકિટ પર વોર્ડ 49 માંથી ચૂંટણી લડી હતી અને શહેરના સૌથી યુવા કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.ડેપ્યુટી મેયરબનીને તેમને ગામનું ગૌરવ વધાર્યું સાથો સાથ પરિવારને પણ તેમના પર ગર્વ છે.
દમયંતી પોતે ઝૂંપડપટ્ટીના બાળકોને ટ્યુશન ભણાવીને તેના પરિવારને મદદ કરે છે અને અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવે છે. હોદ્દો સંભાળ્યા બાદ ડેપ્યુટી મેયર તરીકેનો તેમનો પ્રથમ ધ્યેય શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવાનો રહેશે“નબળું ડ્રેનેજ, પાણી ભરાઈ જવાની સમસ્યાઓ, ટ્રાફિક જામ, પાણીનો અસંગત પુરવઠો અને સ્ટ્રીટ લાઇટિંગની સેવા ન હોવાથી તે પુરી કરશે. આ યુવતી દરેક યુવતીઓ માટે પ્રેરણારૂપ સમાન છે.