દેસાઈ પરિવારે લગ્ન કંકોત્રીમા એવુ લખાણ લખાવ્યુ કે લગ્ન મા અન્ન નો બગાડ થતો અટકશે ! જુવો શુ છે??
હાલ ગુજરાત મા લગ્ન ની સીઝન ફરી ચાલુ થય રહી છે ત્યારે હાલ ના સમય મા લોકો લગ્ન મા અવનવી કંકોત્રી છપાવી પોતાના લગ્ન ને યાદગાર બનાવી રહ્યા છે.ત્યારે નવાસારી ના એક પરિવારે અનોખી ડીજીટલ કંકોત્રી છપાવી છે અને સાથે એક નવતર પ્રયોગ કર્યો છે જેનાથી અન્ન નો બગાડ થતો અટકાવી શકાય તેવો પ્રયાસ કરવા મા આવી રહ્યો છે.
સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છે કે લગ્ન પ્રસંગ મા અન્ન નો માટા પાયે બગાડ થતો હોય છે ત્યારે વલસાડ મા રહેતા ભદ્રેશભાઈ દેસાઈ પોતાની પુત્રીના લગ્ન મા અન્ન નો બગાડ નો થાય એ માટે એક મહત્વ નો નિર્ણય લીધો છે અને સાથે એક અનોખુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે જેમા એક ડીજીટલ કંકોત્રી બનાવડાવી છે અને તેમા એવુ લખાણ લખાવવા મા આવ્યુ છે કે ભોજન સમારંભ પહેલા જણાવવા નુ રહેશે કે લગ્ન મા કેટલા લોકો હાજર રહેશે અને કેટલા લોકો ભોજન લેશે?
અત્રે ઉલ્લેખનીય છે ભદ્રેશભાઈ દેસાઈ ની પુત્રી બંસરીના લગ્ન તારીખ 21મી મે ના રોજ છે અને આ પ્રસંગે ભોજન સમારંભ યોજવા માટે કેટરીંગ વાળા ને વાત કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે અગાવ કોઈ ને ત્યા પ્રસંગ મા ભોજન સમારંભ મા 200 લોકો ગેર હાજર રહેતા મોટા ભાગના ભોજન નો બગાડ થતો હતો તેનાથી અંદાજે લાખ રુપીયા થી વધુ રકમ નુ નુકશાન પણ થયુ હતુ.
જ્યારે આ બાબત ને ભદ્રશભાઈ દેસાઈ એ ગંભીરતા થી વિચારી આના માટે શુ કરી શકાય કે બગાડ અટકાવી શકાય ?? ત્યારે તેમને એવો વિચાર આવ્યો છે કંકોત્રી આપ્યા બાદ તારીખ 18 મી મે સુધી મા લોકો જણાવી દે કે કેટલા લોકો ભોજન સમારંભ મા હાજર રહેશે ?? તો આ બાબત નુ બરાબર આયોજક કરી શકાય ત્યારે પરીવાર ના લોકો સાથે આ બાબતે ચર્ચા કરી આયોજન અમલ મા મુક્યુ હતુ અને આ સર્વે મા અત્યાર સુધી મા 50% થી વધુ મહેમાનો એ ભાગ લીધો છે અને વોટસેપ ના માધ્યમ જણાવ્યુ હતુ કે કેટલા લોકો હાજર રહેશે.
ખરખેર જો આ યોજના સફળ સાબીત થાય તો લગ્ન મોટા પાયે ભોજન નો બગાડ અટકાવી શકાય અને સમાજ મા નવી રાહ ચિંધી શકાય.