Gujarat

‘રાણો રાણાની રીતે’ ફેઇમ દેવાયત ખવડ ફરી વિવાદમાં ! ધોકા અને બેસબોલ વડે માર મરાયો… જુઓ વિડીઓ

ડાયરા જગત નુ મોટુ નામ એટલે દેવાયત ખવડ.. દેવાયત ખવડ નામ સાંભળતા જ રાણો રાણા ની રીતે મગજ મા આવે ત્યારે દેવાયત ખવડ અવાર નવાર વિવાદ મા સામે આવતા હોય છે ત્યારે તાજેતર મા જ તેને જીત મોડાસિયા નામના વ્યક્તિ એ ધમકી આપતા અરજી આપી હતી જ્યારે આજે ફરી દેવાયત ખવડ વિવાદ આવ્યા છે.

હાલ જે ઘટના મા વિવાદ મા આવ્યા છે તે ઘટના ની વાત કરવા મા આવે તો ન્યુઝ 18 ગુજરાતી ના એક એહવાલ મુજબ દેવાયત ખવડ અને એક અન્ય વ્યક્તિ દ્વારા રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો છે. તેવો વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે.

જો આ વાયરલ વિડીઓ અંગે વાત કરવા મા આવે તો એક ચાલતા જતો વ્યક્તિ દેખાઇ છે ત્યારે સામે બાજુ માથી એક swift કાર આવે છે અને અંદરથી બે વ્યક્તિ ઓ ધોકા લઈ ને નીકળે છે અને ચાલતા જથા વ્યક્તિ ને ધોકાઓ વડે ઢોર માર મારવા મા આવે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ આમને સામને આવી ચૂક્યા હતા. પાર્કિંગ બાબતના ડખામાં આમને સામને આવી ચૂક્યા હતા. જોકે જે તે સમયે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મયુરસિંહ રાણાના નામજોગ એક ફરિયાદનો લેટર પણ વાયરલ થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!