Gujarat

દેવાયત ખવડ વિવાદ મામલે મોટા સમાચાર! કરેલા સ્ટેજ કાર્યક્રમ યોજવા 25 દિવસના જામીન માંગતા કોર્ટે…

દેવાયત ખવડના જીવનના દુઃખના સૂરજ ઉગ્યા છે, એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ હાઇકોર્ટ એ તેમની અરજી ફગાવી હતી, ત્યારે ફરી એકવાર નવી મુશકેલી આવી છે. આપણે જાણીએ છે કે, દેવાયત ખવડએ વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જેને સેશન્સ કોર્ટે ફગાવી છે. આ મામલે સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલ કરાઈ હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છેકે, ગોંડલ પંથકના રાજકીય આગેવાના પરિવારમાં લગ્ન પ્રસંગ સહિત અન્ય લગ્ન પ્રસંગો તેમજ શિવારત્રીના પર્વ નિમિત્તે તેણે અગાઉથી જ કાર્યક્રમોનું એડવાન્સ બુકીંગ મેળવ્યું હતું. ત્યારે વચગાળાની જામીન અરજીને કોર્ટે રદ કરી છે

.આ કેસમાં ચાર્જશીટ રજૂ થતા ત્રણેય આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી કરી હતી જેમાં મુદત પડતા એડવોકેટ અજય કે. જોષી સ્તવન મહેતા મારફત જામીન મેળવવા અરજી કરી છે. વચગાળાના જામીન માટે કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે

દેવાયત ખવડએ બુકીંગ પેટે એડવાન્સ રકમ પણ સ્વીકારી લીધી હતી જો રદ કરે તો જંગી આર્થિક નુસાન વેઠવું પડશે અને રકમ પરત કરવા માટે લાંબા સમયથી જેલવાસના કારણે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે 25 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા અરજી ગુજારી છે.

અદાલતે વચગાળાના જામીન માટેની થયેલી અરજી અંગે આ કેસના તપાસ અધિકારી પાસે પોલીસ અભિપ્રાય માગ્યો છે. પોલીસ દ્વારા અભિપ્રાય રજૂ કરાયા બાદ વચગાળાના જામીન અંગે નિર્ણય લેવાશે.

મયૂરસિંહ રાણા નામના યુવક પર અગાઉના મનદુઃખનું વેર રાખીને પૂર્વયોજીત કાવતરું રચીને સર્વેશ્વર ચોકમમાં હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં દેવાયત ખવડ ઉપરાંત બે સહ તહોમતદર સામેથી ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડની મુદ્દત પુરી થયે ત્રણેયનેકોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!