72 દિવસ બાદ દેવાયત ખવડ ને જામીન મળ્યા બાદ in-stagram પર પોસ્ટ કરતા લખ્યુ કે ” સર્વે વડીલો અને…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ડાયરના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડને આખરે શરતી જામીન મળી ગયા છે. જેલમાં ગયા પછી દેવાયત ખવડે વારંવાર કોર્ટને જામીનની અરજી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા તેની તમામ અરજીને નામનુંજર કરવામાં આવી હતી. શરૂઆતમાં વચગાળાના જામીન અંગે પણ દેવાયત ખવડના વિકલ્પે સેશન્સ કોર્ટને અરજી કરી હતી જે બાદ સેશન્સ કોર્ટે એ ડિવિઝન પોલીસનો અભિપ્રાય લીધો હતો જેના આધારે જ અરજીને નામનુંજર કરી દેવામાં આવી હતી.
જામીન અરજી નામંજૂર તથા દેવાયત ખવડને તહેવારોના દિવસો પણ જેલમાં વિતાવતા પડયા હતા પરંતુ હવે દેવાયત ખવડને હવે મોટી રાહત મળી છે, 72 દિવસના કપરો જેલવાસ કાપ્યા બાદ લોકસાહિત્યકારને હવે રાહત મળી છે.હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન મંજુર કરી દેવામાં આવી છે પરંતુ તેના માટે પણ એક શરત રાખવામાં આવેલી છે. દેવાયત ખવડ છ માસ સુધી રાજકોટ શહેરમાં નહીં પ્રવેશી શકે તેવી શરતના આધારે હાઇકોર્ટે દેવાયતની જામીન મંજુર કરી છે.
દેવાયતને જામીમ મળી જતા તેમના પરિવારજનો અને ચાહકગણમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં દેવાયત ખવડ પોતાના બુક કરેલ સ્ટેજ પ્રોગામમાં હાજરી આપીને ફરીથી પોતાનું જીવન જીવવાનું શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે ગઇ કાલે જ દેવાયત ખવડે જેલમાંથી બહાર આવ્યા પછી એક ખાસ પોસ્ટ મૂકી છે.
આ પોસ્ટમાં દેવયાત ખવડે લખ્યું છે કે, સર્વે વડીલો,સ્નેહીજનો,મિત્રો અને ચાહક મિત્રોએ મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબરઅંતર લેતા રહ્યા અને પ્રાર્થનાઓ કરી એ બદલ સર્વેનો અંતઃ કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માતાજી સર્વે ને . સુખ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના. દેવાયત જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સ્વજનો અને મિત્રોએ ખૂબ જ મદદ કરી અને તેમના ચાહકો પણ સતત ચિંતિત હતા આ કારણે દેવાયતે આભાર વ્યક્ત કર્યો.
સૌથી ખાસ વાત એ છે કે, જેલમાંથી આવ્યા બાદ તાત્કાલિક જ ઉઘાડે પગે દેવયાત ખવડે માતાજીના મઢે માથું ટેકર્યું હતું. ખરેખર આખરે સૌ કોઈમાં આશીર્વાદથી દેવયાત ખવડનો જેલવાસ પૂરો થયો છે અને ફરી એકવાર સ્ટેજ પર દેવયાત ખવડ સુર રેલાશે.
View this post on Instagram