લોક ગાયક દેવાય ખવડ આકરા પાણીએ ! ભારે ગુસ્સા મા કોને કીધુ કે ઘોબા ઉપડી જાહે…..જુઓ વિડીઓ
જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ચર્ચાઓ થઈ રહી છે. સાધુ સમુદાય બાદ ગુજરાતી લોક ગાયક કલાકારો પણ આગળ આવ્યા છે. હાલમાં જ રાજભા ગઢવીએ પોતાનું નિવેદન આપ્યા બાદ દેવાયત ભાઈ ખવડ પણ આગળ આવ્યા છે અને તેમણે પણ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અને તેમના સંતો વિશે ઉગ્ર વિરોધ કર્યો છે અને તેમના પર ગુસ્સે થયા છે.
હાલમાં જ વિટીવી ચેનલ પર દેવયાત ખવડએ સ્વામિનારાયણ સંપ્રદાય પર ગુસ્સે થઈને ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. દેવાયત ખવડનાં કહેલ વાતને અમે ભાવર્થ રૂપે કહીએ તો દેવાયત ભાઈ કહ્યું હતું કે, તમને કોઈ હક નથી સનાતન ધર્મને નીચે દેખાડવાનો અને માત્ર પુસ્તક ખોલી વાતું કરવાથી કઇ ન થાય પહેલા આપણા વેદો અને પૌરાણિક કથાને તપાસો પછી બોલો . હનુમાન ભક્ત હતા અને બ્રહ્માજી પાણીમાં તણાયા અને શિવજી નિશિત ભાઈને પગે લાગે એવું બોલવાનું બંધ કરો. જો જૂનાગઢની ગુફાઓમાંથી સાધુઓ બહાર આવશે તો ઘોબા ઉપડી જશે.
આ બ્લોગમાં અમે જે વાત જણાવી છે, એ માત્ર સંક્ષિપ્ત સારાંશ છે. દેવયાતભાઈ વિગતવાર શું બોલ્યા એ જાણવા માટે આ બ્લોગ સાથે વિડીયોની કલીપ આપી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દેવાયતભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ પણ કડવું સત્ય કહ્યું કે સ્વામિનારાયણ માત્ર ભક્ત હતા જેઓ છપૈયાથી ગઢડા આવ્યા અને ત્યારબાદ તેમને સૌ કોઈ લોકોને ભગવાનની ઉપાસના અને સેવાનો માર્ગ ચીંધ્યો અને તમે લોકોએ ભગવાન બનાવી દીધા.
તમારે જે કરવાનું છે એ કરો સનાતન ધર્મ વિશે જેમ આવે તેમ ન બોલો. અમે ક્યારેય પણ તમારા સંપ્રદાય વિશે કોઈપણ વેણ નથી બોલ્યા. ખરેખર આ એક વાત સત્ય છે કે, હિંદુધર્મના કોઈપણ સાધુ સંતો ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાન વિશે કોઈપણ વેણ ઉચાર્યા નથી. આ વિવાદનો હવે અંત કઈ રીતે આવે એ તો સમય જ બતાવશે.