Gujarat

જામીન બાદ દેવાયત ખવડ ના પ્રથમ ડાયરા મા રુપીઆ નો વરસાદ થયો ! કીધુ કે ” ઝુકેગા નહી સાલા…જુઓ વિડીઓ

છેલ્લા થોડાક સમયથી આખા ગુજરાતની અંદર ચર્ચામાં રહેલ દેવાયત ખવડને 72 દિવસનો જેલ વાસ ભોગવા બાદ સ્ટેજ પર જોવા. તમે આમ તો જાણતા જ હશો કે લોકસાહિત્યકાર મારામારીના ગુનામાં જેલવાસ ભોગવ્યો હતો. એવામાં જામીન મલ્યા બાદ પેહલી વખત દેવાયત ખવડ ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ગઈકાલે ભાવનગરની અંદર દેવાયત ખવડે પોતાના ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેલવાસ બાદના પેહલા જ ડાયરાની અંદર દેવાયત ખવડ પર પૈસાનો વરસાદ થયો હતો.

લોકસાહિત્યકરે માતાજીની આરાધના કરીને પોતાનો ડાયરો આગળ વધાર્યો હતો અને અનેક વાતો કહી હતી. સ્ટેજ પરથી જ દેવાયત ખવડ બોલ્યા હતા કે હું શું બોલીશ તેની વાટ જોઈને આખું ગુજરાત બેઠું છે પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં માત્ર વ્યવહારની જ વાત કરીશ અને પેહલા પણ કેતો અને આજે પણ કહું છું ‘ઝુકેગા નહીં સાલા…’ કલાકારના આવા વેણ સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકો પણ ઉત્સાહિત થયા હતા અને દેવાયત ખવડ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

જાણવા મળેલ છે કે ભાવનગરના પાલીતાણાની અંદર કમળભાઈ માતાજીના હુતાશની પર્વ નિમિતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ડાયરામા ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી,ઉદય ઘાઘલ તથા દેવાયત ખવડ જેવા મહાકલાકારો પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અમુક શરતોને મંજુર રાખીને જેલમાંથી છૂટ્યા છે, થોડાક માસ સુધી દેવાયત ખવડ રાજકોટ શહેરમાં વસવાટ નહીં કરી શકે તેવો કોર્ટનો આદેશ હતો જેને લોક્સાહિત્યકારે માન્ય રાખ્યો.

દેવાયત ખવડ કાર્યક્રમમાં આવતા જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી જયારે તેઓને સાફા તથા પુશ્પવર્શા કરીને તેઓનું અદભુત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. 2 વાગ્યાથી દેવાયત ખવડે માતાજીની સ્તુતિ ગાય હતી અને જેલમાંથી છૂટયા બાદ પેહલો ડાયરો માતાજીના ચરણોમાં યોજાયો. આ ડાયરાની અંદર દેવાયત ખવડે અનેક વાતો જણાવી હતી, તેઓએ જણાવ્યું કે જયારે તેઓની જામીન અરજી રિજેક્ટ થઇ ત્યારે આખું ગામ તેના પર દાટ કાઢતું હતું.

તેઓએ સ્ટેજ પર જણાવ્યું કે તેઓ જેલમાંથી બહાર આવ્યા તેમાં ફક્ત તેઓના એકલાની પ્રાર્થના નહીં પણ આ બધા જ લોકોની પ્રાર્થનાનું ફળ છે.આવી તમામ વાતો કહયા બાદ દેવાયત ખવડે લોકસાહિત્ય વાતો, ગીતો તથા દુહાઓ ગાયને લોકોને ખુબ મનોરંજિત કર્યા હતા. આથી જ તેઓની ઉપર રૂપિયાનો તો વરસાદ થયો જ તે પણ સાથો સાથ ડોલર પણ ઉંડાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!