Gujarat

દેવાયત ખવડ વિવાદ મામલે મોટા સમાચાર ! 72 દિવસ બાદ જામીન મંજુર થયા પરંતુ શરત એવી કે રાજકોટ મા…

રાજકોટ શહેરની અંદર 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે તેના બે સાથીદારો સાથે મળીને બિલ્ડર મયુરસિંહ રાણા પર ધોકા પાઇપ વડે ઘાતકી હુમલો કરીને ફરાર થયા હતા. હુમલો કર્યા બાદ દેવાયત ખવડ સહીતના તેના બે સાથીદારો નવ નવ દિવસ સુધી પોલીસની પકડમાં આવ્યા હતા નહીં જે બાદ દસમા દિવસે લોક સાહિત્યકારે સામેથી સરેન્ડર કરી દીધું હતું.

એવામાં દેવાયત ખવડે વારંવાર કોર્ટને જામીનની અરજી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા તેની તમામ અરજીને નામનુંજર કરવામાં આવીહતી. જણાવી દઈએ કે દેવાયત ખવડ તથા તેના બે સાથીદારો વિરુદ્ધ ipc કલમ 307 હેઠળ ગુનો નોંધીને રિમાન્ડમાં લીધા હતા અને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા. વચગાળાના જામીન અંગે પણ દેવાયત ખવડના વિકલ્પે સેશન્સ કોર્ટને અરજી કરી હતી જે બાદ સેશન્સ કોર્ટે એ ડિવિઝન પોલીસનો અભિપ્રાય લીધો હતો જેના આધારે જ અરજીને નામનુંજર કરી દેવામાં આવી હતી.

જામીન અરજી નામંજૂર તથા દેવાયત ખવડને તહેવારોના દિવસો પણ જેલમાં વિતાવતા પડયા હતા પરંતુ હવે દેવાયત ખવડને હવે મોટી રાહત મળી છે, 72 દિવસના કપરો જેલવાસ કાપ્યા બાદ લોકસાહિત્યકારને હવે રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન મંજુર કરી દેવામાં આવી છે પરંતુ તેના માટે પણ એક શરત રાખવામાં આવેલી છે. દેવાયત ખવડ છ માસ સુધી રાજકોટ શહેરમાં નહીં પ્રવેશી શકે તેવી શરતના આધારે હાઇકોર્ટે દેવાયતની જામીન મંજુર કરી છે.

7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ તથા તેમના સાથીદારોએ મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો, જે બાદ તેઓ તમામ ફરાર થયા હતા અને લગભગ 21 દિવસો બાદ સામેથી આવીને સરેન્ડર કરી દીધું હતું. આ દેવાયત ખવડ તથા મયુરસિંહ રાણાનો જૂનો વિવાદ હતો. આ ઘટના ઘટયા બાદ અનેક એવા વિડીયો વાયરલ થયા હતા જેમાં દેવાયત ખવડ તથા મયુરસિંહ રાણા પણ એક સાથે જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!