દેવાયત ખવડ ના વિવાદ મામલે નવો વળાંક આવ્યો ! ધરપકડથી બચવા માટે દેવાયત ખવડે રાજકોટ…
ગુજરાતમાં ચારોતરફ માત્ર દેવાયત ખવડની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે દેવાયત ખવડ પર જયાથી હત્યાના પ્રયાસની કલમ લાગી છે, ત્યારથી જ દેવાયત ખવડ પોતાના ઘરે તાળું મારીને ફરાર થઇ ગયેલ છે અને હવે આ મામલામાં એક નવો જ વળાંક આવ્યો છે. જે કલાકાર સ્ટેજ પર બેસી લોકોને ખુમારીની વાતો કરે એ જ વ્યક્તિને આજે પોલીસથી બચવા છુપાવું પડી રહ્યું છે, ત્યારે દેવાયત ખવડના જુના વીડિયો પણ સાથો સાથ વાયરલ થઈ જ રહ્યા છે, એવામાં દેવાયત ખવડ બચવા માટે જે કર્યું છે એ જાણીને તમેં પણ ચોંકી જશો.
દેવાયત ખવડ જે રીતે યુવક પર હુમલો કર્યો છે, એ ખરેખર ચોંકાવનારી વાત છે કારણ કે દેવાયત ખવડ એ લોક સાહિત્ય કલાકાર હોવા છતાં પણ ગુંડાગીરી પર આવી ગયા. આ ઘટના અંગે આપને વિગતવાર જણાવીએ તો દેવાયત ખવડ પાર્કિંગ બાબતની જૂની અદાવતને કારણે 7 ડિસેમ્બરના રોજ રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ દિવસથી ફરાર છે. અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કર્યો છે હતો જેથી દેવાયત ખવડ ઘરે તાળું મારી ફરાર થઇ ગયેલ. રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 6 દિવસ થી શોધખોળ કરી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ ભાળ મેળવી શકી નથી પરંતુ હવે આ ઘટના એક નવો જ વળાંક આવ્યો છે. લાગી રહ્યું છે કે હવે દેવાયત ખવડ ઘણા દિવસથી પોલસીથી બચવા માટે ભાગી રહ્યા છે. હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, દેવાયત ખવડે કાયદાનો સહારો લઈને તેમણે વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.
હવે જોવાનું એ રહ્યું છે કે, કોર્ટ દ્વારા અરજીનો સ્વિકાર કરવામાં આવે છે કે પછી દેવાયતની અરજી કોર્ટ ફગાવી દેશે. સૌથી ખાસ વાત એ છે કે, લાઈવ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે. તેમ છતાં પણ હજુ પોલીસ આરોપી દેવાયત ખવડની કેમ ધરપકડ કરી શકી નથી તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ સૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં ઢીલાશ રાખી રહ્યા છે તે પણ મોટો સવાલો છે પરંતુ હવે કોર્ટ દેવયાતની અરજી મજૂર કરે છે કે નહીં તે આવનાર સમયમાં જ જાણવા મળશે.