લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે દેવાયત ખવડ વિશે ચાલુ ડાયરા મા એવુ કીધુ કે “72 દિવસ ની દાઝ…જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે, લોકસાહિત્ય કલાકાર 72 દિવસ જેલમાંથી બહાર આવ્યા પછી ફરી એકવાર પોતાના ડાયરામાં વ્યસ્ત થઈ ગયા છે. જેલમાંથી છૂટયા બાદ સૌથી પહેલો ડાયરો તેમણે કવિરાજ જીગ્નેશ બારોટ સાથે ભાવનગરના કોલંબા ધામે કર્યો હતો. જેમાં તેવર બતાવતા તેણે કહ્યુ હતુ કે, ‘પહેલાં પણ કહેતો હતો અને હજુ પણ કહું છું ઝૂકેગા નહિં સાલા.’ તો સાથે જ કહ્યુ હતુ કે, ‘વાયડાઈ ક્યારેય જીતી નથી વર્તન જ હંમેશા જીતે છે.’
સોનલધામ મઢડામાં યોજાયેલા ડાયરામાં પણ દેવાયત ખવડના એ જ પ્રકારના તેવર જોવા મળ્યા છે. હાલમાં ફરી એકવાર ડાયરામાં ધૂમ મચાવી ત્યારે માયાભાઇ આહિરે દેવાયત ખવડ વિશે એવું નિવેદન આપ્યું કે સૌ કોઈ વાહ વાહ કરવા લાગ્યા. ચાલો અમે આપને જણાવી કે આખરે માયાભાઇ આહીરે એવું શું બોલ્યા કે ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે.
વાત જાણે એમ છે કે, હાલમાં જ આઠમી માર્ચે અમદાવાદના ધોલેરા તાલુકાના બાવળીયાળી ધામમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંત શ્રી ઈસુ બાપુની 19મી પુણ્યતિથિ નિમિત્તે બાવળીયાળી ધામે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં અનેક કલાકોરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ ડાયરામાં કાર્યક્રમ અંતર્ગત દેવાયત ખવડ એ ભરવાડ સમાજ અને માલધારી સમાજમાં કયા પ્રકારનું યોગદાન આપ્યું છે તેમની વાત કરી હતી. આ વાતો સાંભળીને માયા આતા આહીરે દેવાયત ખવડને કહ્યું હતું કે, ‘72 દિવની દાઝ કાઢી હો મારા બાપ તેં! દેવાયતભાઈ 72 શબ્દ આવ્યો ને હિન્દીમાં કહેવાય ‘બહત્તર’ કહેવાય છે. એટલે બહેતર થઈને બહાર આવ્યો છે મારા વ્હાલા અને મારો ઠાકર કાયમ હેમખેમ રાખીએ એવી પ્રાર્થના કરીએ…’
સોનલધામ મઢડામાં યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડે સ્ટેજ પરથી નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, ‘જે દિવસે હું અંદર હતો ત્યારે કેટલાક લોકો તો મારું નામ લેતા પણ શરમાતા હતા. પરંતુ મારા ભાઈબંધ જેવા ભાઈ જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો હતો. કેટલાક લોકો તો એવું વિચારતા હતા કે, હવે આ બોર્ડ શોર્ટ થઈ ગયું છે પણ કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ.’
View this post on Instagram