Gujarat

લોકસાહિત્યકાર દેવાયત ખવડ ના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર ! 25 દિવસ માટે જામીન અરજી કરતા કોર્ટે…

દેવાયત ખવડની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, આપણે જાણીએ કે, ડિસેમ્બર મહિનામાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગ્રિત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ તે સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હાલમાં દેવયાત ખવડ દોઢ માસ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે, હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

હવે દેવાયતની શિવરાત્રી પણ જેલમાં જઈ શકે છે,દેવાયત હવે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. દેવાયતના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે, દેવાયતને લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમો અગાઉથી બુક છે. જેમાં ઘણા કાર્યક્રમો અગાઉથી એડવાન્સ પેમેન્ટ લઈને બુક કરવામાં આવ્યાં છે. રકમ એડવાન્સમાં લીધી હોવાથી કાર્યક્રમો રદ થઈ શકે તેમ નથી.

જો કાર્યક્રમ રદ થાય તો પણ તે જેલવાસને કારણે રકમ પરત આપી શકે તેવી ક્ષમતા નથી. ત્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈ કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, દેવાયત ખવડને ક્યારે જામીન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!