ડાયરા કલાકર દેવાયત ખવડ ની મુશ્કેલીઓ મા વધારો થયો ! રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી….
ગુજરાત મા છેલ્લા એક મહિના થી એક મુદ્દા એ ખુબ જ જોર પકડયુ છે અને ચર્ચા નો વિષય બન્યો છે એ મુદ્દો છે દેવાયત ખવડની મારામારી મળી ઘટના નો અને હાલ આ પુરો મામલો કોર્ટ મા છે અને જો ઘટના ની વાત કરવા મા આવે તો આ ઘટના 7 ડિસેમ્બર 2022ના રોજ રાજકોટ મા બની હતી જેમા ગુજરાત ના લોકપ્રિય ડાયર કલાકાર દેવાયત ખવડ પર બિલ્ડર ને માર મારવાનો આરોપ લાગેલ અને ફરીયાદ પણ નોંધાઈ હતી.
આ સમગ્ર ઘટના નો વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થયો હતો અને દેવાયત ખવડ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 9 દીવસ ફરાર રહ્યા બાદ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતા જયારે કોર્ટ મા જામીન માગ્યા હતા પરંતુ કોર્ટ એ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. દેવાયત ખવડ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી શકે છે.
દેવાયત ખવડ અને તેના સાથી આરોપી કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા બન્નેનો જેલવાસ હજી લંબાયો છે. આ પહેલા કોર્ટે ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન કુંભારવાડિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ફરિયાદી તરફના વકીલ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશ જોશીની દલિલો કોર્ટે માન્ય રાખી જામીન અરજી રદ કરી છે. આગામી દિવસોમાં દેવાયત ખવડ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.
જયારે આ અંગે સરકારી વકીલ મહેશ જોશીએ મીડીઆ ના માધ્યમ થી જણાવ્યું હતું કે, આજે નામદાર કોર્ટે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાગરીત કાનાએ જામીન અરજી કરી હતી. આજે તેની સુનવણી હતી અને કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત બાદ રદ કરી છે. હવે દેવાયત ખવડ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગે અથવા તો ચાર્જશીટ સુધી રાહ જોવે તો તેટલો સમય તેને જેલમાં જ રહેવું પડશે. ફરિયાદ પક્ષ તરફથી મુખ્ય રજૂઆત એવી હતી કે, જે બનાવ બન્યો છે તેના સીસીટીવી ફૂટેજ છે. નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ થયો છે. કારની અંદર લોખંડના પાઈપ રાખવામાં આવ્યા હતા. કારને તુરંત બનાવસ્થળે પહોંચાડી બન્નેએ ઈજા પામનાર પર તૂટી પડે છે. આવા સંજોગોમાં સમાજ પર ખોટી અસર પડે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ જામીન અરજી રદ કરાઈ છે.