દ્વારકા મંદિરના ઈતિહાસ મા પ્રથમ વાર આવુ થયુ હશે ! પહેલીવાર મંદિરમાં પાંચમી ધજા
આપણે ત્યાં દ્વારકાધીશ નાં મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરું મહત્વ છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, જગત મંદિરમાં ધજા ચઢાવવાનું ખૂબ જ અનેરું મહત્વ છે.ત્યારે આજે અમે આપને એક એવી વાત જણાવીશું કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે દ્વારકા મંદિરમાં પાંચમી ધજા ન ચડી! આ વાત ખૂબ જ ચોંકાવનારી છે પરંતુ તેની પાછળ એક રસપ્રદ કારણ છે. આપણે એવું અનેક વખત જાણવા મળ્યું છે કે ક્યારેય એજ સાથે બે ધજા લહેરવામાં આવી હોય.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે જે, પહેલીવાર મંદિર પર ધજારોહણ કરવાની પરંપરા તૂટી છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શિખર પર પાંચમી ધ્વજા ન ચઢી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અનેક શ્રધ્ધાળુઓ આસ્થાસભર રીતે ધજા ચઢાવવા આવે છે અને આ પહેલા અગાઉ નામ નોંધાવી છીએ ત્યારે વારો આવે છે. ત્યારે હાલમાં જણાવા મળ્યું છે કે, ત્યારે મંદિર પ્રશાસને પોતાને સમયસર ધ્વજા ન મળ્યાનુ જણાવ્યું.
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર પર ગઈકાલે એક ધ્વજા ન લહેરાઈ. દ્વારકાધીશ જગત મંદિર ખાતે શિખર પર દરરોજ પાંચ વખત ધ્વજારોહણ કરવામાં આવે તેવી પરંપરા છે. ગઈ કાલે સાંજે છેલ્લી ધ્વજા યજમાન પરિવાર મોડી આવી હતી, જેથી ધજા લહેરાઈ ન હતી. ધ્વજા શિખર પર લહેરાવવા અબોટી બ્રાહ્મણ પરિવાર જાય છે, જ્યારે ધ્વજાની પૂજન વિધિ અન્ય બ્રાહ્મણો દ્વારા કરાય છે. ગઈ કાલે યજમાન પરિવાર મોડી સાંજે મંદિર ખાતે પહોંચ્યા હોવાથી પાંચમી ધ્વજા ન લહેરાઈ હતી.
વર્ષોથી દ્વારકાધીશના જગત મંદિર શિખર પર પાંચ ધ્વજા લહેરાવવામાં આવે છે, ત્યારે ગઈકાલે પહેલીવાર ધ્વજાની આ પરંપરા તૂટી હતી. ભક્તો ધ્વજાને સમયસર ન લઈ જતા પરંપરા તૂટી હતી. અબોટી બ્રાહ્મણ ધ્વજા લહેરાવવા ગયા બાદ જગત મંદિર અંદર પગથિયાંમાં પગ લપસવાથી ઇજાગ્રસ્ત થયા બાદ મોડી સાંજ ના સમયે ધ્વજારોહણ કરવા જવાનું બંધ કરાયું હતું. મંદિરમાં છેલ્લી ધ્વજા ચઢાવવાનો સમય સાંજે 7 વાગ્યાનો છે.
હાલમાં થયેલા અકસ્માતના લીધે ધ્વજાઆરોહણ કરતા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ આવેદન આપી સમય મર્યાદામાં ધ્વજાઆરોહણ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. જો સમય મર્યાદામાં ધ્વજાજી તેમને સોપવામાં નહી આવે તો તે ધ્વજાજી ચડાવવામાં નહી આવે તેવું જણાવવામાં આવ્યું હતું.ખરેખર આવું જ થયું અને પાંચમી ધજા ચઢાવવામાં ન આવી…
