ધૈર્યા નુ મોત વળગાડ નહી ?? ગામ લોકો પાસે થી એવી વાત સામે આવી કે જાણી ને ચોંકી જશો
ગુજરાત ધૈર્યા ના મોત ના પડઘા આખા રાજ્ય મા પડ્યા છે અને લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે 14 વર્ષ ની માસૂમ ધૈર્યા ના હત્યા મામલે ગામ લોકો પાસે કાઈક અલગ જ વાતો ચર્ચાઈ રહી છે. અને લોકો માનવા તૈયાર નથી કે ધૈર્યા ને વળગાડ હોય આથી તેની હત્યા વળગાડ કાઢવા નહીં, પણ બલિ ચઢાવવા માટે જ કરાઈ હતી.
જો આ ઘટના અંગે વાત કરવા મા આવે તો તાલાલા તાલુકાના ધાવા ગામ મા 14 વર્ષ ની માસુમ ધૈર્યા નામની દીકરી ના હત્યા મામલે તેના જ પિતા અને મોટા બાપુ ની ધરપકડ કરવા મા આવી છે જેના પર આરોપ છે કે ધૈર્યા ની હત્યા વળગાડ ચાઢવા માટે 7 દીવસ સુધી વાડી મા બાંધી ત્રાસ આપવામા આવતા કરુણ મોત થયુ હતુ જ્યારે હત્યા ને બીમારી મા ખપાવા માટે ધૈર્યા નુ મોત ચેપી બિમારી થી થયુ છે તેવુ તરકટ રચ્યું હતુ.
જ્યારે આ કેસ મા હજી કાઈક ખુટતુ હોય તેમ ધાવા ગામ ના લોકો મા કાઈક અલગ જ વાતો ચર્ચાઈ રહી છે. ગામ ના લોકો નુ માનવુ છે કે પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીનો બલિ ચઢાવવાનો હતો, પણ તે ધૈર્યાથી ઉંમરમાં થોડી મોટી હોવાથી તેને અંદાજ આવી જતાં આનાકાની કરતાં વાત પડતી મુકાઈ હતી.
ગામ ના લોકો નુ એવુ પણ માનવુ છે કે ધૈર્યા ને જો વળગાડ હોય તો તેનું વર્તન તો અસહજ હોય જ, પણ છેક છઠ્ઠા નોરતા સુધી તે શાળામાં નવરાત્રિ મહોત્સવમાં પણ આવી હતી અને શાળા મા પણ વ્યવસ્થિત હતી જ્યારે દિલીપ અને બાવેશ ની વાતો ગામ લોકો ને ગળે ઉતરતી નથી અને ધૈર્યા ની જાણી જોઈ બલિ જ ચઢાવાયો હોવાનું ગામ લોકોનું દૃઢપણે માનવું છે.
જ્યારે બીજી બાજુ ફરિયાદી ધૈર્યાના નાનાજી વાલજીભાઇ ડોબરિયા ધૈર્યાની માતા કપિલાબેનને પોતાની સાથે માધુપુર દઇ ગયા છે અને તબિયત સારી ન હોઇ, કોઈને મળવા નથી માગતી એવો જવાબ બધાને મળી રહ્યો છે. અને ગામ લોકો એ ધૈર્યા ને શ્રધાંજલી પાઠવી હતી.