ધૈર્યાના માટે આજુ બાજુ ગામના હજારો લોકો રોડ ઉપર ઉમટીં પડ્યાં ! જાણો શુ માંગ કરાઈ…
ધાવા ગીરમાં હૈયું કંપાવી દેનાર ઘટના સામે આવી છે, તમે સપનામાં પણ નહીં વિચારી શકો કે, એક દીકરી જ પોતાની દીકરીને જીવતા બલી આપી દેશે. ધૈર્યાને ન્યાય અપાવવા પંથકના સર્વ સમાજના લોકો અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પાલીકા ઉપપ્રમુખ અમીત ઉનડકટ સહિત દરેક સમાજના તથા રાજકીય પક્ષોના આગેવાનો ઉપરાંત ગીર પંથકના તમામ ગામોમાંથી સર્વ સમાજના લોકો, બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા.
કચેરી પરીસરમાં એકત્ર થઈ માસુમ ધૈર્યાની હત્યાની ઘટનાને ઉપસ્થિત સૌ કોઈએ એકસુરે નિંદનીય ગણાવી ન્યાય અપાવવા લાગણી વ્યક્ત કરી હતી. માસુમ દીકરી ધૈર્યાની હત્યા તાંત્રિક વિધીના લીધે થઈ હોવાથી ઘટનાના મુળ સુધી પહોંચવા અને વધુ કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ? તે બહાર લાવવા તથા માસુમની હત્યા પાછળ જે કોઈ જવાબદાર હોય તો તેને બહાર લાવવા માટે આગળની તપાસ CBI પાસે કરાવવા માંગણી કરવામાં આવી છે.
બાદમાં ઘટનાને લઈ લોકલાગણી દર્શાવતું દેશના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતુ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ધાવા ગામની 14 વર્ષની ધૈર્યાની બલીના નામે કરાયેલ હત્યાની ઘટના અતિ નિંદનીય હોવાની સાથે સર્વ સમાજ માટે લાલબતી સમાન છે. આ ઘટનામાં અમોને ને એવું લાગી રહયું છે કે આ ઘટનાને એક કે બે વ્યકિતઓ દ્રારા અંજામ આપી શકાય નહીં.
જેથી આ ઘટનાની પાછળ હજુ પણ ઘણા લોકોએ સાથ આપ્યો હોય શકે તે શંકા પ્રવર્તી હોય તે તરફ તપાસ થવી જરૂરી છે. ઘટનામાં અન્ય કોઈની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા લાગણી છે. માસુમની હત્યામાં સંડોવાયેલા તમામ દોષિતોને દાખલારૂપ કડક સજા થવી જોઈએ. આ ઘટનામાં હજુ અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા હોવાથી આ હત્યા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા સર્વ સમાજની લાગણી અને માંગણી છે.