એક સમયે આ ગામમાં સમોસા વેચતા હતા ધીરુભાઈ! આવી રીતે બન્યા દેશના ધનિક વ્યક્તિ…
ચોરવાડની બજારમાં સમોસા વેચનાર ધીરુભાઈ આજે દેશના સૌથી ધનિક વ્યક્તઓમાં એક હતા. આજે તેમના લિશે મુકેશ અંબાણી દેશનાં સૌથી ધનિક વ્યક્તિ છે. ગુજરાતનું નામ વિશ્વ ફલકે રોશન કરનાર ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલે કે ધીરૂભાઈનો ધીરૂભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ નાં રોજ જૂનાગઢનાચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક કુટુંબમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા.

ધીરુભાઈ 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.માં મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ૧૯૭૭માં ધીરૂભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને ૨૦૦૭માં જ અંબાણી પરિવાર વિશ્ર્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.

તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કાું.માં ક્લાર્ક તરીકે કામ કર્યું. બે વર્ષ બાદ કંપની શેલ ઉત્પાદનોની ડિસ્ટ્રિબ્યૂટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ચંપકલાલ દામાણી, તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા, એમની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી, જેમાં ૩૫૦ ચો. ફૂટ એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો.

શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમની પાસે બે સહાયક હતા. ૧૯૬૫માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી.શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે કે ધીરૂભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. વર્ષ ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઈમાં અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. ૧૯૭૦ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા ૧૦ લાખ હતી.

ભારતમાં ઈક્વિટિ કલ્ટની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. 1977માં દેશના વિવિધ ભાગોમાંથી 58,000થી વધુ રોકાણકારોએ રીલાયન્સનો આઈપીઓ ભર્યો હતો.
ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય. ખરેખર ધીરુભાઈના લીધે જ રિલાયન્સ વિશ્વ ફ્લકે પહોંચી.

હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. .એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા. ધીરુભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. 75,000 કરોડ અથવા 15 અબજ અમેરિકી ડોલર હતું. 1976-77માં રીલાયન્સ જૂથ પાસે રૂ. ૭૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈએ માત્ર રૂપિયા ૧૫,૦૦૦ થી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો.

