Entertainment

ધીરુભાઈ એ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ને નાનપણ માં ગેરેજ માં બંધ કરી દીધા હતા, બન્ને એ નાનપણ માં એવા તોફાન કર્યા હતા કે…

ભારત ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને તેના પરિવાર ની વાત કરી એ તો, તે આજે પોતાનું જીવન રાજા મહારાજા ના જેવું જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી અને તેના ભાઈ અનિલ અંબાણી આજે જે સ્ટેજ પર પહોંચેલા છે. ત્યાં પહોંચવા માં તેમના પિતા ધીરુભાઈ અંબાણી ની ભૂમિકા ખુબ જ મહત્વ ની રહી છે. ધીરુભાઈ પોતાના પરિવાર અને પોતાના કામ પ્રત્યે ખુબ જ વફાદાર હતા.

મુકેશ અંબાણી એ પોતાના ઇન્ટરવ્યૂ માં પોતાના પિતા ના વિષે ઘણી વાતો કહી હતી. અને પિતાનો ખુબ આભાર માન્યો કે, તેણે તેના પરિવાર ને એક ઊંચા મુકામ પર પહોંચાડી દીધા. મુકેશ અંબાણી એ પિતા ધીરુભાઈ ના કડક સ્વભાવ ની વાત કરતા કહ્યું કે, તેના પિતા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ને નાનપણ થી જ જીવન ના પાઠ શીખવી દીધા હતા.

મુકેશ અંબાણી એ કહ્યું કે, તે અને તેના ભાઈ અનિલ અંબાણી નાનપણ માં ખુબ જ મસ્તીખોર હતા. તેણે નાનપણ ની એક વાત કહી કે, જયારે તેમના ઘરે મહેમાનો આવવાના હતા. ત્યારે પિતા ધીરુભાઈ એ મહેમાનો ની આગતા સ્વાગત માં ઘણી તૈયારીઓ કરી હતી. મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. અંતે ત્યારે બન્ને ભાઈઓ કોઈ ને ખબર ના પડે એમ મહેમાનો આવે તે પહેલા જ સ્વાદિષ્ટ ભોજન આરોગી લીધું હતું.

ત્યારબાદ જયારે મહેમાનો આવ્યા ત્યારે બન્ને ભાઈઓ મહેમાનો ની સામે ઘણી મસ્તી કરતા. પિતા પ્રેમ થી સમજાવતા પણ તે ના માન્યા. આથી બીજા દિવસે પિતા એ બને ને સજા આપી અને બન્ને ભાઈઓ ને ગેરેજ માં બંધ કરી દીધા. અને આખો દિવસ બંધ રાખ્યા. જમવા માટે ખાલી પાણી અને રોટલી જ આપી. જેથી બંને ભાઈઓ એ ખ્યાલ આવે કે, જીવન માં થોડું ગંભીર રહેવું જરૂરી છે.

મુકેશ અંબાણી એ કહ્યું કે, 19 ફેબ્રુઆરી 1986 ના રોજ જયારે પિતા ને એટેક આવ્યો હતો. ત્યારે તે પિતા સાથે મેચ જોતા હતા. અને ત્યારબાદ હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે પિતા ઘણા કલાકો બાદ હોશ માં આવ્યા હતા. અને ત્યારે તેણે તેના પુત્ર ને કહ્યું કે, ચિંતા ના કર મને સારું છે. અને હું બધું સાંભળી લઈશ. મુકેશ અંબાણી કહે છે કે, પિતા આટલી મુશ્કેલી માં પણ પોતાના કામ પ્રત્યે વફાદાર રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!