Gujarat

વિનોદચંદ્ર ધોળકિયાનું અવસાન થતા વસિયતનામામાં જોયુ તો પાંચ લાખની એફ.ડી મા પાંજરાપોળનું નામ હતુ ! દેશ મા પ્રથમ આવી ઘટના…

ઘણા લોકો નુ જીવન માત્ર જીવદયા માટે જ હોય એવુ લાગે છે અનેક એવા વક્તિ ઓ ભારત મા છે જે પોતનુ જીવન પશુ પક્ષીઓ અને પ્રાણીઓ ની સેવા મા લગાડી દેતા હોય છે ત્યારે જુનાગઢ મા એક ખેડૂતે 20 લાખ રુપીયા ના ખર્ચે પક્ષીઓ માટે પક્ષીઓ નો મહેલ બનાવ્યો હતો અને માનવતા મહેકાવી હતી ત્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેમા એક વૃધ્ધે પોતાની પાંચ લાખ ની એફ.ડી મા મૃત્યુ બાદ નોમિનેશનમાં પાંજરાપોળ નુ નામ ખુલ્યુ હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ મા રહેતા રહેતા કમલભાઈ ધોળકિયા તેમજ મુંબઇ રહેતા અજયભાઈના પિતા વિનોદચંદ્ર ધોળકિયા નુ 21મી નવેમ્બર, 2021ના રોજ અવસાન થયું હતું. અવસાન થયુ એ પહેલા
વિનોદચંદ્ર ધોળકિયા 29-8-2019ના રોજ બેન્ક ઓફ બરોડા અમદાવાદમાં રૂ. પાંચ લાખની એફ.ડી. કરાવી હતી. જયારે તેમનુ અવસાન થયુ ત્યારે જાણવા મળ્યુ હતુ કે નોમિનેશનમાં તેમણે વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ દર્શાવ્યુ છે.

વિનોદચંદ્ર ધોળકિયા ને પહેલે થી જ પાંજરાપોળ પ્રત્યેની લાગણી અને જીવદયા પ્રત્યેની કરુણા હતી. તેવો એ અગાવ અનેખ વખત પાંજરાપોળ ને રકમ આપતા હતા. વિનોદચંદ્ર ધોળકિયા નીવૃત થયા બાદ તેવો પોતાના દરેક જન્મ દિવસે જેટલા વર્ષ પૂર્ણ કરે એટલા હજાર રકમ તેવો વઢવાણ ના પાંજરાપોળ ને અર્પણ કરતા. તેવો 75 વર્ષ ના થયા હતા ત્યારે 75000 હજાર રૂપિયા આપ્યા હતા. આમ દરેક જન્મ દિવસે તેવો ચોક્કસ રકમ આપતા હતા.

વિનોદચંદ્ર ધોળકિયા નુ મળ વતન વઢવાણ હોવાથી તેમને પોતાના વતન માટે અનોખી લાગણી હતી. વિનોદચંદ્ર ધોળકિયાના અવસાન બાદ પુત્રોએ જયપ્રકાશભાઈને રુબરુ બોલાવી જણાવ્યું હતું કે નોમિનેશનમાં શ્રી વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ દર્શાવ્યું છે. આ ઉપરાંત રૂ. 2 લાખનો ચેક વઢવાણ પાંજરાપોળમાં તકતી મૂકવા પણ આપ્યો હતા. આ માટે વિનોદચંદ્ર દ્વારા ત્રણ વર્ષ પહેલાં રૂ. 5 લાખની ફિક્સ રસીદ પણ બનાવી દેવાઈ હતી. તેના નોમિની તરીકે કોઇ સ્વજનના બદલે તેમણે વઢવાણ પાંજરાપોળનું નામ આપ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!