Gujarat

ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા પૂર્ણ કરી રહ્યા છે પોતાનો સંકલ્પ!! 311 હનુમાન મંદિર બનવાનો સંકલ્પ લીધો હતો જેમાં આટલા મંદિર હાલ તૈયાર, લોકાર્પણ… જુઓ તસ્વીર

સુરતના ડાયમંડ કિંગ અમે સમાજ સેવક ગોવિંદભાઈ ધોળકિયા હમેશાં ચર્ચામાં રહે છે, હાલમાં જ શ્રી રામ મંદિરમાં આપેલ ૧૧ કરોડોના દાનને કારણે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા હતા પરંતુ હાલમાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. શું તમે જાણો છો કે, ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ જ સુંદર કાર્ય શરૂ કર્યું છે. પોતાના વતનનું ઋણ ચૂકવવા અને ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે.

તમે પણ વિચારતા હશો કે ગોવિંદભાઈ ધોળકિયાએ આવા સંકલ્પનો વિચાર કેમ આવ્યો હશે ? આ સંકલ્પ પાછળ એક ખૂબ જ સુંદર ઘટના બનેલી. ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં આવાં દ્રશ્યો જોવા મળે છે.

બસ, આ દ્રશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ, સેવા સ્મરણ સાથે ગામની એકતા વધે અને વ્યસન મુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવો છે. ડાંગમાં મંદિર નિર્માણ પાછળનું કારણ ધાર્મિક છે. શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે.

સાપુતારા ડાંગ જિલ્લામાં હનુમાનજીના ૫૧ થી ૫૭ મંદિરનું લોકાર્પણ કાર્યક્રમ પદ્મશ્રી સદગુરુ બ્રહ્મહોશાનંદજી આચાર્ય સ્વામીજીના અધ્યક્ષ સ્થાને પૂ. પી.પી.સ્વામી અને ગોવિદ ધોળકિયા દિનેશભાઈ નારોલાની ઉપસ્થિતમાં સંપન્ન થયો હતો.ડાંગ જિલ્લાના લહાનદબાસ વિહીરઆંબા, નીરગુડમાળ, ટાંકલીપાડા, ઉમરપાડા, ભાંદા, ટેમરૂનધરટાઈ ગામોમાં ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આહવા તાલુકાના આ સાતેય ગામોમાં લોકોએ આદિવાસી પરંપરાગત વાજિત્રો,નૃત્યની રમઝટ સાથે મહેમાનોનું સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!