રામ મંદિરમાં 11 કરોડનું દાન કરનાર ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા!! આ ખાસ તસ્વીર આવી સામે…જુઓ તસવીરો
સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનું નામ હાલમાં ખુબ જ ચર્ચામાં છે, કારણ કે હાલમાં જ ભાજપ દ્વારા ગોવિંદભાઈ ધોળકીયાને રાજ્યસભાના ઉમેદરવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આજ રોજ તેમણે રાજ્યસભાના ઉમેદરવાર તરીકે નામાંકન પણ કરાવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ગોવિંદભાઈ ધોળકિયા ખુબ જ સરળ અને સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવે છે, આજ સુધી તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ પણ ન હતો પરંતુ ભાગ્યના દરવાજા એવા ખુલ્યા કે આજે તેઓ સીધા સંસંદ ભવન સુધી પહોંચવા જઈ રહ્યા છે.
ગોવિંદભાઈ સાદગીની મૂર્તિ છે, તેનું જીવન ખુબ જ સરળ અને સાદગીભર્યું છે. મોદીજીએ તેમની પસંદગી રાજ્યસભાના સભ્ય તરીકે કરી તે તેમના માટે અને સુરત શહેર માટે પણ ગૌરવવંતી પળ છે, એક તરફ ગોવિંદભાઈ ધોળકિયાની ચર્ચાઓ રાજ્યસભાના ઉમેદરવાર તરીકે થઇ રહી છે, ત્યારે હાલમાં વધુ તેમની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. શ્રી રામ મંદિરમાં સૌથી વધુ દાન કરનાર ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પત્ની સાથે ખાસ હાજરી આપી હતી.
શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગોવિંદભાઈ ધોળકિયાએ મંદિર માટે 11 કરોડ રૂપિયા અર્પણ કર્યા છે, ખરેખર આ એક ખુબ જ સરાહનીય વાત છે, આટલી મોટી રકમ સેવા કાર્યમાં આપીને તેમણે સાબિત કરી બતાવ્યું છે કે ઈશ્વરને તમે ખોબો ભરીને આપો તો ઈશ્વર એનાથી બમણું તમને જરૂર આપશે. આજે તેમના જીવનમાં પણ એક વળાંક આવ્યો છે. અમેરલી જિલ્લાના નાના એવા ગામના જન્મેલા અને માત્ર છ ચોપડી ભણેલા ગોવિંદભાઈએધોળકિયાએ હીરા ઘસીને પોતાનું જીવન પસાર કરતા હતા પણ શ્રી હરિની કૃપા અને સંતોના રાજીપાથી તેમનું જીવન એવું ચમક્યું કે આજે તેઓ ડાયમંડ કિગ તરીકે ઓળખાય છે.
ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાની ઓળખ તેમનું સરળ વ્યક્તિત્વ છે, હાલમાં શ્રી રામ મંદિરના મહોત્સવની તસવીરો વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં પણ તમે જોઈ શકશો કે ગોવિંદભાઈ ધોળકિયાનું જીવન ખુબ જ સરળ અને સાદગી ભર્યું છે. આ રામ મંદિરની તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ ગોવિંદ ભાઈ ધોળકિયાના ખુબ જ વખાણ કરી રહ્યા છે કારણ કે તેમણે જે દાનની સરિતા વહાવી છે તે ખુબ જ અકલ્પનિય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.