જુવાન જોધ દીકરાની લાશ ખેતર મા એવી હાલત મા મળી કે પરીવાર ની આંખો ફાટી હરી ગઈ ! આત્મહત્યા કે..
હાલ ના સમય મા દરેક મોટા શહેરો મા આપઘાત ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ચકચાર મચાવતો કીસ્સો નવસારી મા સામે આવ્યો છે જેમા એક યુવાન ની લાશ શેરડી ના ખેતર મા ફાસો ખાધેલી હાલત મળી આવી હતી ત્યારે યુવાને આત્મહત્યા કરી કે પછી યુવના ની હત્યા થઈ છે તે તપાસ નો વિષય છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો મૂજબ નવસારી તાલુકાના નવાતળાવ ગામે રહેતા ચેતન હળપતિ નામના યુવાન ની લાશ નેશનલ હાઇવે નંબર 48 નજીક ખડસુપા ગામ પાસે આવેલા શેરડીના ખેતરમાં શર્ટ કાઢેલી હાલત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ચેતન 28 મે ના રોજ ઘરે એવુ કહી ને નીકળ્યો હતો કે કપડા લેવા જાવ છુ ત્યારે બાદ પરત ના ફરતા પરીવારે તપાસ કરતા તેની ચેતન ની લાશ મળી આવી હતી.
મૃતદ ચેતન ની વાત કરીએ તો તેમના પિતા નુ નામ મુકેશભાઇ હળપતિ છે અને બે સંતાન મા ચેતન નાનો છે અને નવસારીની ગાર્ડા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ઘટના ની જાણ મુનસાડ આઉટપોસ્ટના પીએસઆઈ એન.બી.સોલંકીને થતા તેઓએ ઘટનાસ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી મૃતકની લાશને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ચેતન ના મોત બાદ ગામ લોકો નુ માનવુ છે કે ચેતન સ્યુસાઇડ કરે એમ નોતો અને જો સ્યુસાઇડ જ કરવુ હોય તો પોતાનો શર્ટ શુકામ કાઢે અને ચેતન ભણવામા મા હોશિયાર હતો અને અને કોઈ વ્યસન પણ નહોતુ. જ્યારે ચેતન ઘરે થી નીકળ્યો ત્યારે પોતાનો મોબાઈલ સાથે લઈ ગયો હતો અને પરિવારે તેને સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જ્યારે ચેતન પોતાના મોત સાથે અનેક સવાલ છોડી ગયો છે.
