આજે પણ પાકિસ્તાન મા અડીખમ છે દિલીપ કુમાર નુ હવેલી જેવુ ઘર ! જુવો ઘર ની ખાસ તસ્વીરો
બોલીવુડમાં એવા ઘણા વરિષ્ઠ અને લોકપ્રિય કલાકારો છે, જેમનો 90નાં દશકમાં બોલબાલા હતી અને એમના થકી ફિલ્મો લોકોમાં લોકપ્રિય બની. આજે આપણે એક એવા જ કલાકાર દિલીપ કુમારની વાત કરીશું. દિલીપ કુમારનું જીવન ફિલ્મોને સમર્પિત રહ્યું હતું.દિલીપકુમારને વર્ષ ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

દુઃખદ વાત એ છે કે, આજે આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે
7 જુલાઈ 2021ના રોજ બીમારીને કારણે તેમનું નિધન થયું. એ સમયની જાણીતી અભિનેત્રી અને તેમનાથી ઉંમરમાં લગભગ 22 વર્ષ નાની શાયરાબાનુ સાથે લગ્ન કરીને દિલીપકુમારે તેમને પોતાના જીવનના હમસફર બનાવ્યાં. અને અંતિમ શ્વાસ સુધી દિલીપસાબ શાયરાબાનુની સાથે પ્રેમપૂર્વક રહ્યાં. તેમનાં દુઃખ નિધન થી ભારતનાં ચાહકોને તો આઘાત લાગ્યો પરંતુ પાકિસ્તાન શોકમગ્ન બની ગયેલ.

તમને જાણીને નવાઇ લાગશે કે દિલીપ કુમારનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે કરણ કે તેમનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરના કિસ્સા ખ્વાની બજાર વિસ્તારમાં તેમના પારિવારીક ઘરમાં થયો હતો. તે ઘરને ગયા વર્ષે પાકિસ્તાનની એક પ્રાંતીય સરકારે પેશાવર પુનરુદ્વાર યોજના અંતર્ગત ભારતના બે મહાન કલાકાર દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક ઘરોને સંગ્રાહલયમાં બદલવાનો નિર્ણય લીધો

દિલીપકુમારનો જન્મ થયો હતો. ત્યારે મહંમદ યુસુફ ખાન એ તેમનું સાચું નામ હતું. રૂપેરી પડદા પર આવતા જ તેમણે પોતાનું નામ બદલી નાંખ્યુ અને દિલીપકુમાર તરીકે ઓળખાતા થયા.
ઈમોશનલ એક્ટીંગમાં દિલીપસાબ અભિનય નહીં પણ જાણે રિયલ લાઈફમાં હોય એવી એક્ટિંગ કરતા હતાં.

ફિલ્મજગતના માંધાતા ગણાતા સત્યજીત રાયે દિલીપસાબને “the ultimate method actor” તરીકેનું બહુમાન આપ્યું હતું. દિલીપકુમારે હિન્દી ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત વર્ષ 1944માં આવેલી જવાર ભાટા ફિલ્મથી કરી હતી. ત્યાર બાદ દિલીપકુમારે લગભગ 6 દાયકા સુધી ફિલ્મજગતમાં અભિનયના ઓજસ પાથર્યાં.
