Gujarat

સૌરાષ્ટ્ર ના ભામાશા દિપચંદ ગારડી સાહેબ જેમણે ગુજરાત સહીત દેશ ભરમા દાન ની સરવાણી વહાવી હતી ! જાણો કોણ હતા આ મહામાનવ

ઘણા લોકો રુપીયા કમાતા હોય પણ રૂપીયા નો ઉપયોગ કેવી રીતે અને કયા કરવો એ એક ખૂબી છે ઘણા લોકો લાખો અને કરોડો રુપીયા કમાતા હોય પરંતુ તેનો ઉપયોગ સાચી જગ્યા એ કરતા નથી હોતા ત્યારે આજે એક એવા ભામાશા ની વત કરી શુ કે જેણે ગુજરાત સહિત ભારત ના અનેક રાજ્યો મા પણ પોતાના દાન ની સરવાણી વહાવી છે અને લોકો ના હીત માટે રુપીયા વાપર્યા છે.

આપણે જે મહામાનવ ની વાત કરી રહ્યા છીએ તેનુ નામ દિપચંદ ગારડી આહેબ છે. જેમનો જન્મ સૌરાષ્ટ્ર ના રાજકોટ જીલ્લા ના 25 એપ્રિલ 1905 મા થયો હતો. દિપચંદ ગારડી એ લાખો રુપીયા લોકો ને ઉપયોગી થાય તેવી જગ્યાએ વાપર્યા છે જેમા ગુજરાત ના મોટા ભાગ ના ગામડાઓ છે. જેમા ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કૂલો, હોસ્પિટલો, મંદીરો, મસ્જિદો, અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, ધર્મશાળાઓ, છાત્રાલયો, શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરી કરી આપ્યુ છે. દિપચંદ ગારડી સાહેબે કોઈ દિવસ નાત જાત નથી જોઈ. આ માટે ગુજરાત સરકારે તેમને સ્ટેટ ગેસ્ટ જાહેર કરેલ.

દિપચંદ ગારડી એક ઉદ્યોગ સાહસિક તરિકે જાણીતા હતા તેવો અએ ગુજરાત મા તો અનેક સેવાઓ ઉભી કરી અને ડોનેશન પણ આપ્યુ સાથે દેશ ના અન્ય રાજ્યો મા પણ દાન ની સરવાણી વહાવી હતી જેમા મધ્ય પ્રદેશનાં ઉજજૈન ખાતે શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડીના નામથી 1000 બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પુ. દીપચંદભાઈ ગારડી દ્વારા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું વિશ્ર્વ વિદ્યાલય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની સખાવત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફોર સ્ટાર યુનિવર્સિટીનો દરજજો અપાવવામાં ગારડી સાહેબનો સિંહફાળો છે.

જૈન સમાજ માથી આવતા દિપચંદ ગારડી સાહેબ નુ જીવન જીવવા નુ એક સુત્ર હતુ કે જીવો અને જીવવા દો” તેમણે સૌરાષ્ટ્રના માંગરોળ પાસે આવેલ શારદાગ્રામ સ્થિત ભવ્ય શૈક્ષણિક સંકુલ, મહારાષ્ટ્રના સોલાપુર પાસે આવેલ પ્રોસ્ટીટયુટના બાળકો માટે બનાવયેલ આશ્રમ, અમદાવાદ, પુના અને મુંબઈ ખાતેના જૈન ભવનો સહીતના સેવા પ્રકલ્પો આજે પણ સતત પ્રવૃતિથી ધમધમતા રહે છે.

દિપચંદ ગારડી સાહેબ નુ અવસાન 7 જાન્યુઆરી 2014 મા જૈફ વયે થયુ હતુ પરંતુ આજે પણ તેવો લોકો ના દહય મા જીવીત છે. ભગવાન મહામાનવ ના આત્મા ને શાતિ આપે તેવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!