હે ભગવાન ! દાદાના હાથ માથી 7 વર્ષની દીકરી ને દીપડો ઉઠાવી ગયો..ગુજરાત ના આ ગામ મા બની ઘટના
હાલના સમય મા અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે જેમા વન્ય પ્રાણીઓ સિંહ દીપડા જેવા જંગલ થી નજીક ના ગામો મા આવી ચડતા હોય છે ત્યારે કોઈ ને કોઈ રીતે ગામના લોકો ને આ બાબત અસર પહોંચાડતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમા જાનહાની પણ થઈ હોય ત્યારે ફરી આવી ઘટના જુનાગઢ ના એક ગામ મા બનતા ચકચાર મચી જવા પામી છે.
જો આ ઘટના અંગે વિગતવાર વાત રકવા મા આવે તો જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામ મા આ ઘટના સામે આવી છે. આ ઘટના મા ત્રણ દીકરી ઓ દાદા દાદી સાથે નદીએ કપડા ધોવા જતી હતી જેમાની 7 વર્ષ ની મન્નત દાદા નો હાથ પકડી ને ચાલી રહી હતી ત્યારે અચાનક માનવભક્ષી દીપડો આવી તરાપ મારી દિકરી ને દાદા ના હાથ માથી ઉઠાવી ગયો હતો.
જોત જોતા મા દિપડો દીકરી મન્નત ને નદી પટ તાણી ગયો હતો અને દિકરીઓ એ ચારે કોર બુમાબુમ કદી મૂકી હતી આ અંગે બાળકીને દાદા એ જણાવ્યું કે, અમે કપડા ધોવા જઈ રહ્યા હતા. ત્યારે બે બાળકીઓ નદી કિનારે પહોંચી ગઈ હતી જ્યારે એક બાળકી મારો હાથ ઝાલીને સાથે ચાલી રહી હતી. ત્યારે બાવળની ઝાળી માંથી દીપડાએ તરાપ મારીને મારા હાથમાંથી બાળકની ઉપાડીને લઈ ગયો હતો. ત્યારબાદ મે બધા લોકોને ઘટનાની જાણ કરી હતી.
આ ઘટના ની જાણ ગામ લોકો થતા તાત્કાલિક બાળકી ની શોધખોળ કરતા મન્નત રાઠોડ નદી ના પટ માથી લોહી લુહાણ મળી આવી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલ મા હાજર તબીબે તેને મૃત જાહેર કરતા હોસ્પિટલ મા પરીવાર નુ હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ.
ઘટના અંગે જાણવા મળેલ કે મન્નત રાઠોડ ધારણ 2 મા અભ્યાસ કરતી હતી. ઘર મા સૌની વ્હાલી દીકરીનુ આવી રીતે મોત થતા સમગ્ર પરીવાર આઘાત મા વયો ગયો છે તો બીજી બાજુ વારંવાર માનવભક્ષી દિપડો ગામ મા આવી જવાની ઘટના બનવા ના લીધે ગામ લોકો મા વન વિભાગ પર રોષ જોવા મળી રહ્યો છે.