જીવતેજીવ સ્વર્ગનો અનુભવ કરાવે છે ડીસા જિલ્લાનું આ મોક્ષધામ ! આ મોક્ષધામની નયનરમ્યતા તમારું દિલ જીતી લેશે…જુઓ તસવીરો

જયારે પણ મુક્તિધામ વિશે વાત થાય ત્યારે ત્યાં જવામાં કોઈ પણ વ્યક્તિના છક્કા છૂટી જતા હોય છે, કારણ કે ત્યાં લોકોને દુનિયાથી અંતિમ વિદાય આપવાની હોવાથી લોકો ત્યાં જવાથી ખુબ વધારે ડરતા હોય છે.મુક્તિધામ એક એવી જગ્યા છે જ્યા લોકો વધારે સમય રહેવાનું પણ પસંદ કરતા હોતા નથી. પરંતુ હાલ અમે એક એવા સમશાન વિશે જણાવાના છીએ જેની સુંદરતા જોઈને લોકો ત્યાં પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવા માટે જઈ રહયા છે.

જણાવી દઈએ કે આ મુક્તિધામ ડીસા જિલ્લાની અંદર આવેલ છે જે સ્વર્ગથી પણ વિશેષ છે, હાલ આ મુક્તિધામ સંપૂર્ણ પણે તો નથી બની ગયું પરંતુ મુક્તિધામનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. 14 વીઘામાં બનેલ આ મુક્તિધામમાં કુલ 5થી7 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યું છે. આ મુક્તિધામની તમામ વસ્તુઓ પર એટલી જીણવટ પૂર્વક ધ્યાન દેવામાં આવ્યું છે કે મોક્ષધામની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

ડીસા જિલ્લાના બનાસ નદી નજીક આ મુક્તિધામ નિર્માણ પામ્યું છે, આ જગ્યાની ખાસ વાત તો એ છે કે આ જગ્યા ફક્ત એક મુક્તિધામ તરીકે જ નહીં પરંતુ અનેક પરિવારો તથા લોકો અહીં પીકનીક તથા પ્રિવેડિંગના કાર્યક્રમો માટે પણ સારી એવી જગ્યા તરીકે વિકસતી થયું છે.મુક્તિધામની અંદરની વસ્તુઓ વિશે જો વાત કરવામાં આવે તો અહીં એન્ટ્રી ગેટ જ તે કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટનો ગેટ હોય તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

સ્મશાન જેવી તો તમામ સુવિધાઓ તો અહીં છે જ તે પણ સાથો સાથ અનેક એવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે આથી જ આ મુક્તિધામ જેવી નહીં પરંતુ એક ફરવાલાયક સ્થળ તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

તમે સામાન્ય રીતે જોયું જ હશે કે કોઈ પણ વાલીઓ પોતાના સંતાનોને મોક્ષધામ લઇ જતા પેહલા સો વખત વિચારતા હોય છે પરંતુ અહીં બાળકોને લઇ જવામાં પણ કોઈ ડર રહેતો નથી કારણ કે અહીં બાગ તથા બગીચા જેવી તથા રમતગમતના અનેક સાધનોની સગવડો તૈયાર કરવામાં આવી છે, એટલું જ નહીં વિશાળ સ્નાનગૃહ,સ્મૃતિ પરિસર તથા સ્નાનગૃહની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

5થી7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મોક્ષધામની સુંદરતા ખરેખર અનેરી છે. અહીં આપણી પુરાણી સંસ્કૃતિનો વારસાની જાખી બતાવે તેવી રીતનું કોતરણી કાર્ય પણ કરવામાં આવ્યું છે. આ અનોખું મોક્ષધામ તમને કેવું લાગ્યું તમારા મંતવ્ય જરૂર જણાવજો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *