ઉમરેઠમાં અજાણ્યા ગોળાકાર પદાર્થ આકાશ માથી પડ્યા હોવાની ચર્ચા ! લોકો મા કુતુહલ સર્જાયુ, જુવો વિડીઓ
આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા માં એક અજુગતી ઘટના બની છે. ઉમરેઠ માં ખાનકૂવા ગામે ગુરુવારે અવકાશ માંથી 3 ગોળ મોટા પદાર્થ જમીન પર મળી આવ્યા છે. અવકાશ માંથી અવારનવાર અજાણી વસ્તુઓ ધરતી પર આવતી જ હોય છે. ક્યારેક મોટી મોટી ઉલ્કાઓ જમીન પર આવી પડે છે. ઉલ્કાઓ એટલી તીવ્ર ઝડપે આવે છે કે તે જ્યાં પડે ત્યાં ઊંડો ખાડો કરી દે છે.

ઉમરેઠ માં અજણયા પદાર્થ મળી આવતા લોકો માં કુતુહલ નો માહોલ જોવા મળે છે. લોકો ને ખબર પડતી નથી કે અવકાશ માંથી આ શું જમીન પર પડી આવ્યું. આ પદાર્થ અવકાશ માંથી પડ્યા બાદ લોકો ને જાણ થતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા છે. અને આખા ગામના લોકો આ પદાર્થ જોવા ઉમટી પડ્યા છે.
લોકો નું કહેવું છે કે આ અવકાશ માંથી પડી છે. પણ હજુ વધુ તપાસ કરતા જ ખ્યાલ આવશે કે ખરેખર આ પદાર્થ અવકાશ માથી જ પડ્યો છે કે કેમ? સ્થાનિક પોલીસ ને આની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસે આ બાબતે સક્ષમ ઓથોરિટી ને જાણ કરી હતી. પ્રાથમિક તપાસ માં તો એવું જણાય રહ્યું છે કે આ કોઈ રહસ્યમય પદાર્થ નહિ પણ અવકાશ માં તરતા સેટેલાઇટ ના સ્પેરપાર્ટ્સ હોય શકે છે.
થોડાક સમય પહેલા જ ચાયનીઝ સેટેલાઇટ ના સ્પેરપાર્ટ્સ મુંબઈ માં પડ્યા હતા. મુંબઈ ઉપરાંત દેશ માં ઘણી જગ્યા એ જોવા મળ્યા હતા. એટલે ખાનકૂવા ગામમાં પડેલા અજાણ્યા પદાર્થ પણ કદાચ અવકાશ ના સેટેલાઇટ ના સ્પેર્સપાર્ટ્સ જ હોય શકે તેવું પ્રાથમિક અનુમાન છે. આ બાબતે વધુ તપાસ તો તેના એક્સપર્ટ જ કરી શકશો.
