દયાબેન ના ઘરે ફરી પારણુ બંધાયુ ! મામા સુંદર લાલે જણાવ્યુ કે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં તારક મહેતા સિરિયલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે ચાલો અમે આપને એક મહત્વની વાત જણાવીએ, જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે ખરેખર આવું બન્યું. આ વાત એક તરફ ખુશી ની તો ગમની પણ છે. વાત જાણે એમ છે કે, દિશા વાકાણી એટલે કે દયાભાભી એ ફરી એકવાર દીકરાને જન્મ આપ્યો છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ સુંદરલાલ એટલે કે મયુર વાકાણી આ અંગે શું વાત શેર કરી છે.
આપણે જાણીએ છે કે હાલમાં જ આસિત મોદીએ કહેલું કે, દિશા તારક મહેતા સીરિયલમાં જોવા મળશે એવા એંધાણ આપેલા. આ સમાચાર વચ્ચે દિશા વાકાણી બીજીવાર માતા બની છે. થોડાં દિવસ પહેલાં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર તથા ભાઈ મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ દિશા વાકાણીની બેબી બમ્પની તસવીરો વાઇરલ થઈ હતી.
પોતાની મામા બનવાની ખુશી વિશે જાણીને કહ્યું કે, મને આનંદ છે કે હું બીજીવાર મામા બની ગયો છું, વર્ષ 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો.હવે તે ફરીથી માતા બની છે. હું બહુ જ ખુશ છું. આપણે જાણીએ છે કે વર્ષ 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને હવે બીજીવાર તેના ઘરમાં દિકરો આવ્યો છે, જેના અંગે જાણીને તમને પણ નવાઈ લાગશે કે, આખરે હવે તારક મહેતામાં દિશા વાકાણી ફરી આ શોમાં જોવા મળશે કે નહીં!
દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે પણ આ વાતને નકારી હતી એટલે હવે થોડા દિવસ પહેલા આસિત મોદીએ જણાવેલ કે દિશા શોમાં દેખાશે!હાલમાં તો તેમના ચાહકોમાં ખુશીઓનો માહોલ છવાયેલ છે.