રજાની મજા માણવા આવી રીતે દીવ થી મુંબઈ નુ ક્રુઝ બુક કરાવી શકો છો ! જાણો કેવી રીતે અને કેટલો ખર્ચ..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસે ને દિવસે હવે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ખરેખર આપના સૌ કોઈ ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહેવાય. આજે અમે આપને જણાવશું એજ અતિ આલીશાન ક્રુઝ વિશે, જેની સફર માણીને તમે પણ મંત્રમુગ્ધ બની જશો. આવી લાઈફસ્ટાઇલનો આંનદ માણવો એ એક ખૂબ જ અનોખો લ્હાવો છે. ત્યારે ચાલો અમે આપને આ ક્રુઝ વિશે વધુ માહિતગાર કરીએ.
જો તમને દરિયો અતિ પ્રિય હોય તો તમારે મુંબઈથી દીવ વચ્ચે ‘જલેસ’ નામની ક્રૂઝની સફર માણવી જોઈએ. તમને જાણીને આશ્ચય થશે કે જ્યારે આ ક્રુઝ શરૂ થયેલ ત્યારે મુબઈથી 385 પ્રવાસીઓ સાથે ક્રૂઝ આજે દીવ યારે દીવ પોર્ટ પર ક્રૂઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંઘ પ્રદેશ અને ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ક્રૂઝ દીવ આવી અને આવું ભવ્ય સ્વાગત કરેલ.
આ સફરમાં તમ 2 રાત્રી અને 3 દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઈને ક્રુઝ મુંબઈ નો આનંદ માણી શકો તેમજ વ્યક્તિ દીઠ ભાવ રૂપિયા 13,000થી 16,000ની વચ્ચે છે. આ ભાવ વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. ખાસ વાત એ કે કર્ણિકા 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસે છે જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે. આ ક્રુઝમાં બેસીને હોટેલનો અનુભવ કરશો.
કર્ણિકા એક પ્રીમિયમ લક્ઝરી ક્રુઝ શિપ છે. તેની જાહોજલાલી ભરી સફર ફક્ત ભારતીય પ્રવાસીઓ એની પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષશે. આમ જીવનમાં એકવાર તો આ ક્રુઝની સફરનો આંનદ એકવાર તો અચૂક માણવો જોઈએ, ખરેખર જો તમે દિવ આવો તો અહીંયા થી આ ટુરનો આનંદ માણી શકો છો. કહેવાય છે ને કે, ગુજરાતીઓ ફરવા માગે દિવ જ જાય અને આમ પણ જ્યારે મુંઝાય જીવ ત્યારે લોકો પહોંચી જાય છે દિવ.