ગુજરાતી લોક ગાયક દિવ્યા ચૌધરી એ શેર કર્યુ પોતાના પુત્ર સાથે નુ સુંદર ફોટોશુટ, જુવો ખાસ તસવીરો
સમયની સાથે બધું જ બદલાઈ રહ્યું છે. હવે ગુજરાતી કલાકારો પણ બોલીવુડના કલાકારોની જેમ પોતાની લાઈફ સ્ટાઈલ પસાર કરી રહ્યા છે અને ખાસ કરીને તો પોતાના ચાહકો સાથે પોતાની લાઈફની તમામ નાની મોટી વાતો સોશિયલ મીડિયાનાં માધ્યમથી શેર કરતા રહે છે. આપણે જાણીએ છે કે, હાલમાં ફોટોશૂટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગ્નમાં પ્રિ વેડિંગ શૂટ તેમજ પ્રેગ્નન્સી અને બેબી સાવરના પણ લોકો ફોટોશૂટ કરાવે છે, ત્યારે હાલમાં ગુજરાતી ગાયિકા એ પણ પોતાના બાળક સાથે ફોટોશૂટ કરાવેલ છે. દિવ્યા ચૌધરીના દીકરાનું નામ શ્લોક છે, જે બે વર્ષનો થઈ ગયો છે, તેની સાથે ખાસ તસ્વીરો શેર કરી.

આ ગુજરાતી લોક ગાયિકા એટલે દિવ્યા ચૌધરી. જેને હાલમાં જ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પર્પલ રંગના આઉટફિટમાં પોતાના દીકરા સાથે અતિ સુંદર અને આકર્ષક ફોટોશૂટ કરાવેલ છે. જે રીતે બોલીવુડના કપલો ફોટોશૂટ કરાવે છે, એવી જ રીતે દિવ્યા એ પણ પોતાના બાળક સાથે ફોટોશૂટ કારવીને પોતાના ચાહકો સાથે શેર કરી છે. ખરેખર આ ફોટોઝ તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઈ રહી છે.

ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે દિવ્યા ચૌધરી કોણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે.દિવ્યા ચૌધરી નો જન્મ 26,12,1990ના રોજ થયો હતો. એક સિંગર તથા આર્ટીસ તરીકે ગુજરાત તથા ભારત ભર માં નામના મેળવી છે તેનું મ્યુઝિક ટ્રેડીશનલ મ્યુઝિક ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે. દીવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે. દિવ્યાનાં લગ્ન મીતુલ ચૌધરી સાથે થયેલ છે અને જેઓ એક એન્જીનીયર છે.

દીવ્યા ચૌધરી મિકેનિકલ એન્જીનીયરિંગ ની ડિગ્રી ધરાવે છે અને પરીવાર દ્વારા તેમને ખુબ સાથ અને સહકાર મળ્યો છે.
દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. જેમાં અફસોસ,ગોગા નો પાવર, ચૌધરી ની એન્ટ્રી, “ભગવાન પણ ભૂલો પડ્યો”, દેશી પતંગીયું, ફિકુ પડે

બોલિવુડ,મને સાંભળે માખણ ચોર, આંખલડી, છોડી દે મારો છેડો, રાહ જોવે છે રાધા, બોલિવુડ મેસ્પ,પ્રેમ તો અધુરો રહ્યો,હાલ ને કાના રમવા, ધોતિયા વાળો ગમતો નથી જેવા તેના લોકપ્રિય ગીતો છે. આજે તે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહી છે અને સોશીયલ મીડિયામાં પણ તેનું ફેન ફોલોવિંગ ખૂબ જ સારું છે.
