લોકોના ઘરકામ અને નર્સનું કામ કરનાર દિવાળીબેન ભીંલને આવી રીતે બન્યા ગુજરાતી કોયલ! આવું જીવન જીવ્યું કે…
દિવાળીબેન ભીલ એટલે ગુજરાતની કોયલ! જેમણે ગુજરાતી ફિલ્મોનને ગુજરાતને અનેક લોકપ્રિય ગીતોની ભેટ આપી. આજે અમે આપને જણાવીશું કે કંઈ રીતે તેઓ લોકપ્રિય જ્ઞાક કલાકાર બન્યા. એ વાત તમે નહી જાણતાં હોવ કે તેઓ નાની ઉંમરે નહિ પણ ખૂબ જ મોટી ઉંમરે સંગીત દુનિયામાં પ્રવેશ કર્યો. ચાલો ત્યારે આજે આપણે દિવાળી બહેન ભીલ વિશે જાણીએ અને તેમના અંગત જીવન અને સંગીત અભિનય થી માહિતગાર થઈએ.દિવાળી બહેનો જન્મ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકા દણખલિયા ગામમાં થયો હતો.
તેમની મૂળ અટક લાઠીયા હતી. માતાથી પ્રેરિત થઈને તેમણે નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.તેમણે પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડ્યું હતું. નવ વરસની ઉંમરે પિતા જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જૂનાગઢ આવ્યા. નવ વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોને કારણે એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું. તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નહિ. વીસ વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને દસ વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાટર્સમાં ઘરેલુ સહાયક (રસોઈ બનાવનાર) તરીકે કામ કર્યું હતું.
૧૯૬૪માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમને જૂનાગઢ ની વણઝારી ચોકમાં ગરબી ગાતા જોયા અને તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોકસંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું.સંગીતકાર કલ્યાણજી મુંબઈમાં જીવંત સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું. જેસલ તોરલ (૧૯૭૧) તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત “પાપ તારૂં પ્રકાશ જાડેજા…” ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે લોકગીતોના કાર્યક્રમો માટે ભારત અને વિદેશની મુસાફરી કરી હતી. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.
દિવાળીબેને સંગીતમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું[તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન અને ગુજરાતી ફિલ્મના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી. ૨૦૦૧માં બહાર પડેલ સંગીત આલ્બમ મનના મંજીરા દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી. અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા.તેમણે હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, કરસન સાગઠિયા, પ્રફુલ્લ દવે,ભીખુદાન ગઢવી, દમયંતિ બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું.
લંડનની ગુજરાતી સોસાયટી એ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું. ૧૯૯૦માં એમને ભારત સરકારના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો.૧૯ મે ૨૦૧૬ના રોજ લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એક વાત સત્ય છે કે, દિવાળી બહેન ભીલ જેવું કો8 કલકાર બની નથી શક્યું આ ને એમની ખોય સદાય રહેશે.