સુરત ની વધુ એક દુખદ ઘટના માતા પિતા ખાસ કાળજી રાખે……
હાલમાં જ દિવાળીનો તહેવાર ચાલુ છે, ત્યારે ફટાકડાઓને લીધે અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. ખરેખર હાલમાં જ એક બાળક પોપ પૉપ ન લીધે પોતાનો જીવન ગુમાવ્યો છે, ત્યારે ફરી એક વખત સુરતમાં બીજા બાળક સાથે દાઝી જવાનો બનાવ બન્યો છે. આ ઘટના કોઈ સામાન્ય નથી.સુરતના સોસિયો સર્કલ નજીક રસ્તા પર રહેતા પરિવારે ટ્રાઈસિક્લ નીચે ઘોડિયું બનાવીને રાત્રિના સમયે બાળકને પોઢાડ્યું હતું. જો કે, ઘોડિયામાં સૂતેલું દોઢ મહિનાનું બાળક રહસ્યમય રીતે પરિવારને દાઝી ગયેલી હાલતમાં મળ્યું હતું.
ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ અને બેપરવાહી ની કહેવાય. દરેક માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ કે, આવી ઘટના ફરી વખત ન બને. બાળકના દાઝવા પાછળ ફટાકડાને જવાબદાર માનવામાં આવે છે. બાળક દાઝ્યા બાદ રડ્યું પણ હશે જો કે, શહેરમાં ફૂટતાં ધડાધડ મોટા અવાજના ફટાકડા વચ્ચે માસૂમનું રૂદન પણ માતા પિતાને ન સંભળાયું હોવાથી સવાર સુધી બાળક રડી રડીને સૂઈ ગયાં
સવારે બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ જોયું તો કિશન જાંઘ અને થાપા તથા ગુપ્તાંગ નજીક ગંભીર રીતે દાઝી ગયો હતો. તાત્કાલિક એને લઈ સિવિલ આવ્યા હતા. સાયકલ પર ભંગાર વિણવાનું કામ કરીએ છીએ. એક મોટી દીકરી 3 વર્ષની છે. કોઈ ઉડતા ફટાકડાથી બાળક દાઝયું હોય એમ લાગે છે. રોકેટ જેવા ઉડતા ફટાકડા સુતેલા બાળકની જોળીમાં પડ્યો હોય અને બાળક દાઝયું હોય હાલ એમ લાગે છે.
જોકે બાળકની તબિયત સાધારણ છે. પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે, મારા દુષ્મનોએ બાળક સાથે દુશ્મની કાઢી એ વાત માનવા જેવી નથી લાગતી. જોકે આ પોલીસ તપાસનો વિષય છે. આવા કિસ્સાઓમાં બાળક આખું પણ સળગી શકે છે. જોકે આ કિસ્સામાં બાળકની ઉંમર જોઈ ગંભીર કિસ્સો જ કહી શકાય છે.ખરેખર આ ઘટના દુઃખદ છે, સૌ કોઈ દિવાળીમાં સાવચેત રહેવું જરૂરી છે.એક લાપરવાહીના લીધે અનેક ગંભીર ઘટના બની શકે છે
