ઓપરેશન દરમિયાન ડોક્ટરે યુવક ના પેટ માથી એવી વસ્તુ કાઢી કે જોઈ ને તમારી આંખો ફાટી રહી જશે ! જુઓ શુ છે
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે જાણીએ છે કે અનેકવાર બાળકો રમત રમતમાં અનેક વસ્તુઓ મોંઢામાં નાંખી દેતા હોય છે. હાલમાં જ એક તરુણના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે ડોકટર પણ જોઈને ચોંકી ગયા.અત્યાર સુધી બાળકોના પેટમાં કે ગળામાં તો અનેક વસ્તુઓ નાંખી દેતા હોય છે પણ 15 વર્ષના છોકરાનાં પેટમાંથી જે મળી આવ્યું એ આશ્ર્ચર્ય જનક વાત કહેવાય.
ઇન્સ્ટાગ્રામ દ્વારા આ કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તુર્કીમાં ડૉક્ટરોએ 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ કાઢ્યો છે. તરુણને અચાનક જ ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
પરિવારજનો સમજી શક્યા ન હતા કે મામલો શું છે, તેથી ડૉક્ટરોએ એક્સ-રે કરાવવાનું સૂચન કર્યું. એક્સ-રે કરાવતાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. રિપોર્ટમાં ડૉક્ટરોને બાળકના પેટમાં ચાર્જિંગ કેબલ જોવા મળ્યો.
ઉતાવળમાં તેના પેટની સર્જરી કરવામાં આવી અને ડોક્ટરોએ સફળતાપૂર્વક બાળકના પેટમાંથી કેબલ કાઢી નાખ્યો.ચાર્જિંગ કેબલ સિવાય, ડૉક્ટરોએ સર્જરી દ્વારા તરુણ પેટમાંથી વાળની ગુંચો પણ કાઢી નાખી છે. જો કે, હજુ સુધી ખબર નથી પડી કે ચાર્જિંગ કેબલ જેવી મોટી વસ્તુ બાળકના પેટમાં કેવી રીતે ગઈ?
નાના બાળકો હોય તો હજુ સમજી શકાય પણ 15 વર્ષેનાં તરુણે આ રીતે ચાર્જર ગળી લીધું એ ખરેખર ચોંકાવનારી વાત છે પણ સમયસર સારવાર મળી રહેતા તરુણનો જીવ બચી ગયો છે. આ ઘટના સૌ કોઈ માટે એક ચેતવણી રૂપ સમાન કિસ્સો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.