Gujarat

મહિલા રેસિડેન્ટ તબીબની ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ આત્મહત્યા, દીકરીનો મૃતદેહ જોઈ માતાનું હૈયાફાટ રૂદન

અવાર નવાર આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી એક હૃદય કંપાવી દે તેવો આત્મહત્યા નો બનાવ સુરત શહેર મા સામે આવ્યો હતો જેમાં એક યુવતી એ ઈન્જેકશન ના ઓવર ડોઝ લઈ ને જીવન ટુકાવ્યું હતુ. આ યુવતી સુરતમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ તબીબ હોવાનુ જામવા મળ્યુ હતુ અને આત્મહત્યા કરવાનુ કારણ હજી સુધી સામે આવ્યુ નથી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને સ્મીમેરની ક્વાર્ટરમાં રહેતી હતી. આજે જીગીશા નો મૃતદેહ ક્વાર્ટરમાં મળી આવ્યો હતો અને જાણવા મળ્યુ હતુ કે જીગીશા એ ઈન્જેકશન ના ઓવરડોઝ લઈને આપઘાત કરી ને જીવન ટુકાવ્યું. જો જીગીશા ની વાત કરવામા આવે તો પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. 

જીગીશા ના માતા પિતા બન્ને શિક્ષક છે અને તેમને એક અન્ય દિકરી પણ છે જે ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશા એ ગઈ કાલે જ પરીવાર સાથે વાત કરી હતી અને પરીવાર ને આપઘાત ના સમાચાર મળતા પરીવાર દુખમા ગરકાવ થઈ ગયો હતો અને જીગીશા ની માતા નુ હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ.

જીગીશા ના પિતા કનુભાઈએ જણાવ્યું હતુ કે જીગીશા તેના જીવનની કોઈપણ નાનામાં નાની પળો કે વાતો કરતી હતી. તે કોઈપણ વાતો મારાથી છુપાવતી ન હતી. જીગીશા એ જયારે છેલ્લી વાર શનિવારે કનુભાઈ સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!