મહિલા ડોક્ટરે સાસરીયા પક્ષનાં લીધે પોતાનું જીવન ટૂંકાવી દેતા પિતાએ કહી ચોંકાવી દેનાર વાત…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર આત્મહત્યા નાં બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની જેના વિશે જાણીને તમને પણ આશ્ચય થશે. ખરેખર મોટે ભાગે સાસરે ગયેલ દીકરીઓ વધુ પ્રમાણમાં આત્મહત્યા કરે છે ને તેની પાછળ ઘરેલુ હિંસા જવાબદાર હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જે ખૂબ જ કરુણ દાયક છે.
ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ કે, આખરે તે એવું શું બન્યું કે, વાંકાનેરમાં મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી ને પોતાનું જીવન ટૂંકાવી દીધું. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, મૃતકનાં માતા- પિતાનો આક્ષેપ છે કે પતિ,દિયર,સાસુ સહિતનાઓ ત્રાસ આપતા અને તેઓને સમજાવીએ તો છુટાછેડા આપવાનું દબાણ કરતા હતા. જો કે આબરૂ જવાના ડરે દીકરી મૂંગા મોઢે સહન કરતી હતી.
સમાજમાં ખરેખર આ જ ડરનાં કારણે અનેક દીકરીઓ ઘરેલુ હિંસા સહન કરે છે અને આવરનાર આપણને આવી આત્મ હત્યા ની ખબર જાણવા મળે છે. આ મહિલા એ પણ કંટાળી તેણીએ આ પગલું ભર્યું છે. હાલ તો મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે.
આ ઘટના વિશે વધુ જાણીએ તો વાંકાનેર રહેતા 34 વર્ષીય જાનકીબેન રજનીકભાઈ વોરાએ ગઈકાલે પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મૃતક જાનકીબેનના પિતા મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા યશ હોસ્પિટલમાં એનેસ્થેશીયા વિભાગમાં તબીબ છે. તેમના જણાવ્યા મુજબ, પુત્રીનાં લગ્નને 10 વર્ષ થયાં છે. અને સંતાનમાં એક પાંચ વર્ષની દીકરી છે. તેમના પતિ રજનીકભાઈ સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. અને દીકરી જાનકીબેને હોમિયોપેથીક તબીબનો અભ્યાસ કર્યો છે. જોકે હાલ તેઓ માત્ર ઘરકામ કરતા હતા. સાસરિયા પક્ષના લીધે જ આવું અંતિમ પગલું ભરીને જીવ ગુમાવ્યો. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે.
