India

ઘાયલ થયેલા જાંબાઝ ડોગે દેશ માટે આપ્યું બલિદાન, કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા લડતા જીવ ગયો

આપણે જાણીએ છે કે, દેશની રક્ષા કરતા જવાનો પોતાની અને પરિવારની પરવહા કર્યા વગર પોતાનો જીવ દેશ રક્ષા માટે આપી દેતા હોય છે, ત્યારે હાલમાં જ એવી કરુણદાયક ઘટના બની છે કે, જાણીને તમારું હૈયુ ગર્વ અનુભવશે. વાત જાણે એમ છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. આ સાથે સેનાનો એક ડોગ પણ ઘાયલ થયો હતો અને આ ડોગ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હોવા છગ બહાદુરીપૂર્વક લડ્યો અને આખરે પોતાના જીવનું બલિદાન આપ્યું.

આ ડોગની હિંમતવાન કહાની અમે આપને જણાવીશું. આર્મી એસોલ્ટ ડોગનું નામ ઝૂમ હતું. જાણીને દુઃખદ લાગણી અનુભાવશે કે, શ્રીનગર સ્થિત 54 એડવાન્સ્ડ ફીલ્ડ વેટરીનરી હોસ્પિટલ 13 ઓક્ટોબર 2022ના બપોરે 12.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ઝૂમે ખૂબ જ ચાલાકી અને બહાદુરીથી આ જંગ લડી. તેણે આતંકવાદીઓને હચમચાવી દીધા. ડરાવી દીધા. ગોળી બાદ પણ ઝૂમ આતંકવાદીઓ સામે લડતો રહ્યો, ત્યાં સુધીમાં રેડ ટીમે બન્ને આતંકવાદીઓને ઠાર માર્યા.

સર્ચ ઓપરેશન 10 ઓક્ટોબરે હાથ ધરવામાં આવ્યું હતું. ઝૂમ પણ તેનો એક ભાગ હતો સેનાના જવાનોએ તંગપાવાસમાં ઝૂમને એક ઘરમાં મોકલ્યો હતો, જ્યાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ઝૂમે આતંકવાદીઓને ઓળખીને તેમના પર હુમલો કર્યો હતો. ઝૂમના અચાનક હુમલાથી આતંકવાદીઓ ડરી ગયા. તાબડતોબ ફાયરિંગ કરવા લાગ્યા. આ દરમિયાન ઝૂમને બે ગોળી વાગી હતી. ઘાયલ થવા છતાં તે આતંકવાદીઓ સામે લડતો રહ્યો, પણ તેણે એક પણ આતંકવાદીનો જીવતો ન જવા દીધો. જવાનોએ ઝૂમના હુમલા દરમિયાન જ આતંકીઓને ઠાર કર્યા હતા.

ઝૂમને ગોળી વાગવાના કારણે ચેહરા પર ગંભીર ઇજા પહોંચી હતી.તેના પાછળના પગમાં ગોળી વાગી હતી. ઝૂમને વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.ઝૂમની ઉંમર અઢી વર્ષ હતી. તે 10 મહિનાથી ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડમાં સ્થિત 15માં કૉર્પ્સ માટે દેશના દુશ્મનો સામે લડતો હતો. આ પહેલાં પણ તે ઘણા ઓપરેશન કરી ચુક્યો છે. તેણે ઘણા આતંકવાદીઓને શોધવામાં મદદ કરી છે.સૈન્યનો એક ભાગ હોવાને કારણે ડોગની જુદી જુદી ફરજો છે. જેમાં ગાર્ડ ડ્યુટી, પેટ્રોલિંગ, વિસ્ફોટકો સુંઘવા, ડ્રગ્સ ઓળખવા વગેરેનો સમાવેશ થાય છે. ઝૂમ પોતાની કામગીરી દરમિયાન અનેક ઓપરેશનમાં સફળતા પૂર્વક.કામ કર્યું પરંતુ આખરે આ દિવસ આવ્યો કે તેને દેશ માટે બલિદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!