એક સાથે 5 ડાઘીયા કૂતરાઓ એ 9 વર્ષ ના માસુમ બાળક પર હુમલો કર્યો અને બાળક ને ફફેડી નાખ્યો! જુવો દર્દનાક વિડીઓ
રખડતા ઢોર અને શેરીઓના કુતરાઓના લીધે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે ખરેખર આ એક દુઃખ ઘટના છે.હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે, 9 વર્ષના બાળક પર કુતરાઓ એ હુમલો કરી દેતા 40 થી બધું બટકાઓ ભરી લીધા હાલમાં આ બાળકની તબિયત કેવી છે અને આ ઘટનાં કંઈ રીતે બની એ જાણીએ. ખરેખર આ ઘટનાને પગલે તંત્ર પણ જવાબ છે. ચાલો આ ઘટના અંગે વધુ જાણીએ.
આ દુઃખદાયી ઘટના જયપુરમાં બની છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને સૌ જોઈ ની આંખમાં આંસુ આવી ગયા. વાત જાને એમ છે કે, તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે કંઈ રીતે 6 કૂતરા 9 વર્ષના દક્ષ પર હુમલો કરેલો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, માસૂમ બાળક પોતાનો જીવ બચાવવા દોડે છે, પરંતુ કૂતરાઓ તેને ઘેરી લે છે અને પકડી લે છે. કૂતરાઓ થી બચવા માટે બાળક બુમો પાડે છે પરતું આસપાસ કોઈ હતું જ નહીં.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બાળકના શરીર પર 40 જેટલાં બચકાં ભરી જાય છે. ભગવાનની કૃપા થી સમયસર ત્યાં થી સાઇકલ પર બે બાળક અને સ્કૂટી પર સવાર બે મહિલા ઘટનાસ્થળે પહોંચી હતી. બે મહિલાએ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. જો આ ચારેય લોકો સમય પર સ્થળ પર ન પહોંચ્યાં હોત તો કૂતરાઓ બાળકનો જીવ લઈ લેત.
ખરેખર આ ઘટના લીધે તંત્ર જવાબદાર છે, આ પહેલા પણ આજ કુતરાઓ એક બાળકનો જીવ લીધેલ. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે હવે સામે આવી છે. આ ઘટના પર એક નજર કરીએ તો જર્નાસ્ટ કોલોની રાધા નિકુંજ કોલોનીની છે, જ્યાં 19 મેના રોજ બપોરે 2.20 કલાકે બાળક રમતાં રમતાં ઘરની બહાર ગયો હતો. બાળકને રસ્તા પર રમતા જોઈને અચાનક 6 કૂતરાએ હુમલો કર્યો હતો. બાળક જીવ બચાવવા દોડતો રહ્યો. તે કારની પાછળ પણ છુપાઈ ગયો, પરંતુ કૂતરાઓએ તેને ઘેરીને પકડી લીધો હતો અને હાલમાં બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે.